વનાળીયા, લાયસન્સનગર, ધનાળા અને મેસરીયામાંથી 21 શખ્સોની ધરપકડ: 1.61 લાખનો મુદામાલ કબ્જે
મોરબી જીલ્લામાં પોલીસે જુગારના ચાર દરોડા પાડ્યા છે. જેમાં મોરબીના વનાળીયા, લાયસન્સનગર, હળવદના ધનાળા અને વાંકાનેરના મેસરીયા ગામે જુગાર રમતા 21 આરોપીઓને ઝડપી પાડી રૂ.1,61,000ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
વનાળીયા ગામની સીમમાં ખેવારીયા માર્ગે વોકળાના કાંઠે આવેલા ઝૂંપડામાં તીનપત્તીનો જુગાર રમાતો ઈસ્માઈલભાઈ હસનભાઈ સુમરા, યુનુસભાઈ હાજીભાઈ સુમરા, જુસબભાઈ સલેમાનભાઈ સુમરા, ચંદુભાઈ બચુભાઈ અગેચાણીયા, માધવજીભાઈ ગોરધનભાઈ પંચોટિયા, હિતેશભાઈ હર્ષદભાઈ મહેતા ઝડપાયા હતા.
પોલીસે સ્થળ પરથી રોકડા રૂ.80,200/-, પાંચ મોબાઇલ ફોન રૂ.20,500/- અને પ્લાસ્ટિકના 70 ટોકન મળી કુલ રૂ.1,00,700/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો. દરોડા દરમિયાન આરોપી ઈશાભાઈ મુસાભાઈ સુમરાની ધરપકડ કરી છે.
આ સફળ કામગીરી એલસીબી પીઆઇ એસ.પી. જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી.જી. માલાણી તથા એલસીબી/પેરોલ-ફર્લો સ્કવોડ ટીમ દ્વારા કરવામાં આવી હતી.
મોરબી લાયન્સનગરમાં ચારબાઈના મંદિર પાસે જુગાર રમતા (1) સુરેશભાઈ સવજીભાઈ દેલવાણીયા (2) શંકરભાઈ રમેશભાઈ કડેવા (3)શનિભાઈ રમુભાઈ ઓધાભાઈ વિકાણી (4) અનિલભાઈ ધીરૂભાઈ ભોજવીયાને ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ ઉપરથી રૂ.24,100/- રોકડા અને જુગારનું પોસ્ટર કબ્જે કર્યું હતું.જુના ધનાળા ગામે જુગાર રમતા (1) અશોકભાઈ પ્રેમદાશભાઈ વૈષ્ણવ (2) લલીતભાઈ હિંમતલાલ ઠાકર (3) સંજયભાઈ ધારાભાઈ રંગપરા (4) કરશનભાઈ નારણભાઈ સોનાગ્રા (5) નીરવભાઈ પ્રવિણભાઈ ચૌહાણ તથા (6)દિનેશભાઈ ઓગળભાઈ ઝીંઝવાડિયાને પોલીસે રોકડા રૂ.14,550/- સાથે રંગેહાથ ઝડપી લીધા હતા.
મેસરીયાથી ભલગામે જુગાર રમતા (1) ઉત્તમભાઈ ગોરધનભાઈ ભાલીયા, (2) દિનેશભાઈ ભુપતભાઈ ફતેપરા, (3) રમેશભાઈ રાયધનભાઈ ભાલીયા, (4) ભાવેશભાઈ વલ્લભભાઈ ભાલીયા, (5)શિવરાજભાઈ ખોડાભાઈ ભાલીયા પોલીસે રૂ.14,950/- રોકડા સાથે ઝડપી લીધા છે.

