Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
મોરબીના રંગપર ગામે ગેરેજ સંચાલક પર અજાણ્યા શખ્સોએ કર્યો હુમલો

મોરબીના રંગપર ગામે ગેરેજ સંચાલક પર અજાણ્યા શખ્સોએ કર્યો હુમલો

અબતક 2 weeks ago

કાર વોશિંગની દુકાને આવી પાડોશી દુકાનદાર અંગે પૂછપરછ બાદ ઉશ્કેરાયા, લાકડાના ધોકા અને છરી સાથે હુમલો કરી મોબાઈલ તોડ્યો

મોરબીના રંગપર ગામે કાર વોશિંગ અને રિપેરિંગની દુકાન ચલાવતા પંજાબના યુવક ઉપર સ્વીફ્ટ કારમાં આવેલા ચાર અજાણ્યા ઈસમોએ હુમલો કર્યો હતો. પાડોશી દુકાનદાર વિશે માહિતી ન હોવાનું કહેતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને લાકડાના ધોકા તથા છરી જેવા હથિયારો સાથે મારકૂટ કરી યુવકના હાથમાં ફ્રેક્ચર જેવી ઇજા પહોંચાડી હતી.

હુમલાખોરોએ મોબાઈલમાં નુકસાન પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપીને ફરાર થઈ ગયા હતા.

મોરબી તાલુકા પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, પંજાબના લુધીયાણા જીલ્લાના રતનરેડી ગામના વતની અને હાલ રંગપર વિરાટનગર ખાતે 'હેપ્પી કાર કેર' નામની કાર વોશિંગ તથા રિપેરિંગની દુકાન ચલાવતા યોગેન્દ્રસિંહ સંદીપસિંહ જટ્ટ ઉપર ગત 22 મેની રાત્રે હુમલો થયો હતો. ફરિયાદી પોતાની દુકાને હાજર હતા ત્યારે ગ્રે કલરની સ્વીફ્ટ કાર નં. જીજે-13-સીબી-2045માં ચાર અજાણ્યા ઈસમો આવ્યા હતા. તેમણે બાજુની બંધ દુકાન ધરાવતા વસીમભાઈ અને અનવરભાઈ અંગે પૂછપરછ કરતા, તેઓ વિશે જાણ ન હોવાનું કહેતા ચારેય ઈસમો ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો આપી લાકડાના ધોકા અને છરી જેવા હથિયારો વડે મારકૂટ શરૂ કરી હતી. બાદમાં ફરિયાદીના મોબાઈલ ફોનને પણ નુકસાન કર્યું હતું.

આ સાથે હુમલાખોરોએ જાનથી મારી નાખવાની ધમકી આપી કાર લઈને નાસી ગયા હતા. મોરબી તાલુકા પોલીસે ચાર અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: AbTak