Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
મોરબીના સિલ્વર પાર્ક સોસાયટીમાંથી રૂ.8.21 લાખનો દારૂ પકડાયો

મોરબીના સિલ્વર પાર્ક સોસાયટીમાંથી રૂ.8.21 લાખનો દારૂ પકડાયો

અબતક 3 weeks ago

ક્રાઈમ બ્રાંચે 1092 બોટલ કબજે કરી: ગાડી મૂકી ચાલક ફરાર, આરોપીની શોધખોળ

મોરબીના જુના ઘુંટુ રોડ પર આવેલી સિલ્વર પાર્ક સોસાયટીમાંથી ક્રાઈમ બ્રાંચે મારૂતી સુપર કેરી માલવાહક ગાડીમાંથી વિદેશી દારૂની 1092 નંગ બોટલ સહિત કુલ રૂ.11.21 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસને જોઈ ચાલક ગાડી મૂકી ફરાર થઈ જતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

મોરબી જીલ્લામાં પ્રોહિબિશન તથા જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા પોલીસ અધિકારીઓની સૂચનાથી એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન ખાનગી બાતમીના આધારે જુના ઘુંટુ રોડ સિલ્વર પાર્ક સોસાયટીમાં મારૂતી કંપનીની સુપર કેરી માલવાહક ગાડી નં. જીજે-36-વી-5715 ઉપર દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન ગાડીમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 1092 બોટલ કિ.રૂ.

8,21,292/- મળી આવી હતી. આ સાથે પોલીસે દારૂ ભરેલી માલવાહક ગાડી કિ.રૂ.3 લાખ સહિત કુલ રૂ.11,21,292/- નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસની કાર્યવાહી દરમિયાન ગાડીનો ચાલક સ્થળ પરથી વાહન રેઢું મૂકી ફરાર થઈ ગયો હતો. આ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો નોંધી ફરાર ચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: AbTak