Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
મુંબઈમાં ભારે વરસાદને લઈ ભેખડો ઘસી પડતાં મુંબઈ-પુના વાહન વ્યવહાર ઠપ્પ

મુંબઈમાં ભારે વરસાદને લઈ ભેખડો ઘસી પડતાં મુંબઈ-પુના વાહન વ્યવહાર ઠપ્પ

અબતક 2 weeks ago

ભારે વરસાદના કારણે જિલ્લાના બે સ્ટેટ હાઈવે સહિત કુલ 7 રસ્તાઓ પર વાહનવ્યવહાર પ્રભાવિત થયો: તમામ સરકારી, ખાનગી સ્કૂલો અને કોલેજોમાં રજા જાહેર

મહારાષ્ટ્રમાં સતત વરસી રહેલા મુશળધાર વરસાદ અને અતિવૃષ્ટિની ચેતવણીને પગલે મુંબઈ સહિત સમગ્ર રાજ્યમાં જનજીવન ભારે પ્રભાવિત થયું છે. વાહનવ્યવહારથી લઈને રેલવે અને શિક્ષણ સંસ્થાઓ સુધીની તમામ સેવાઓ પર વરસાદની ગંભીર અસર જોવા મળી રહી છે.

સતત વરસાદ અને લેન્ડસ્લાઈડના જોખમને કારણે પુણે-મુંબઈ એક્સપ્રેસવે તેમ જ જૂનો મુંબઈ-પુણે હાઈવે બંને માર્ગો પર વાહનવ્યવહાર ગંભીર રીતે પ્રભાવિત થયો છે. મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા આગામી આદેશ સુધી બંને તરફનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. નાગરિકોને હાલ આ માર્ગો પર મુસાફરી ન કરવા અને અતિ આવશ્યક કામ હોય તો જ પ્રશાસનની સત્તાવાર સૂચનાઓ મેળવીને જ બહાર નીકળવા અપીલ કરવામાં આવી છે.મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેન સેવાઓ પણ વરસાદના કારણે ધીમી પડી ગઈ છે. જોકે પ્રશાસન દ્વારા શાળા અને કોલેજમાં જાહેર કરવામાં આવેલી રજાને પગલે મુંબઈગરાઓએ ઘરે જ રહેવાનું મુનાસિબ માન્યું હતું. પશ્ચિમ રેલવે પર વસઈ અને નાલાસોપારા રેલવે સ્ટેશનો પર ટ્રેકના પાટા પાણીમાં ગરકાવ થઈ જતાં પશ્ચિમ રેલવેની સેવાઓ અડધો કલાક જેટલી મોડી ચાલી રહી છે.જ્યારે મધ્ય રેલવે પર મેઈન લાઈન પર લોકલ ટ્રેનો અડધો કલાક જેટલી મોડી દોડી રહી છે. કલ્યાણ સ્ટેશનથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ તરફ જતી ટ્રેનો વિલંબથી દોડી રહી છે.હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી અતિવૃષ્ટિની ચેતવણીને ધ્યાનમાં રાખીને સાવચેતીના પગલાં રૂપે પુણે, થાણે, રાયગઢ સહિત રાજ્યના સાત મુખ્ય જિલ્લાઓમાં આજે તમામ શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. પ્રશાસન દ્વારા તમામ નાગરિકોને હવામાન વિભાગની અને પ્રશાસનની ઑફિશિયલ અપડેટ્સ જોયા બાદ જ ઘરની બહાર નીકળવા અને વહીવટીતંત્રને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.

માનખુર્દમાં ચાલ ધરાશાયી થતા 6ના મોત

મુંબઈના માનખુર્દ વિસ્તારમાં રવિવારે રાત્રે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે, જેમાં એક જર્જરિત ઈમારત ધરાશાયી થતાં 6 લોકોના મોત થયા છે. માનખુર્દના જનતા નગર ખાતે આવેલા હનુમાન મંદિર પાછળ, ચાલ નંબર 5માં ગ્રાઉન્ડ પ્લસ 3 માળની ઈમારતના 2થી 3 ઝૂંપડા જેવા યુનિટ્સ અચાનક તૂટી પડ્યા હતા. શરૂઆતી માહિતી મુજબ, ઘણા લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની ભીતિ છે.દુર્ઘટનાની જાણ થતાં જ મુંબઈ ફાયર બ્રિગેડ, સ્થાનિક પોલીસ, બીએમસી વોર્ડનો સ્ટાફ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમોએ સ્થળ પર પહોંચીને યુદ્ધના ધોરણે સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દીધું છે અને કાટમાળમાં દબાયેલા લોકોને બહાર કાઢવાના સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: AbTak