Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
નદીએ નાહવા ગયેલી યુવતીના કપડાં લઈ સગીર ભાગી ગયો : ઠપકો આપવા ગયેલા પિતા-પુત્ર પર હુમલો

નદીએ નાહવા ગયેલી યુવતીના કપડાં લઈ સગીર ભાગી ગયો : ઠપકો આપવા ગયેલા પિતા-પુત્ર પર હુમલો

અબતક 1 week ago

કોટડાસાંગાણીના નોંઘણચોરા ગામનો બનાવ : સગીરના માતા-પિતા સહિત ત્રણ શખસોએ ઘરે આવી પાવડા,લાકડી અને ઇંટ વડે માર માર્યો, ગુનો નોંધાયો

કોટડા સાંગાણીના નોંધણચોરા ગામે રહેતા પિતા- પુત્ર પર ગામમાં જ રહેતા દંપતી સહિત ત્રણ શખસોએ પાવડા, લાકડી અને ઇંટ વડે હુમલો કર્યો હતો. યુવાનની બહેન નદીએ નાહવા ગઇ હતી ત્યારે આરોપીનો પુત્ર તેના કપડા લઇ ભાગી ગયો હોય જે બાબતે ઠપકો આપતા તેનો ખાર રાખી આ હુમલો કર્યો હતો.

જે અંગે લોધિકા પોલીસે યુવાનની ફરિયાદ પરથી ત્રણ શખસો સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.

કોટડા સાંગાણીના નોંધણચોરા ગામે રહેતા મુકેશ વિભુભાઇ વાઘેલા(ઉ.વ.25) નામના યુવાને લોધિકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મગુ કરશનભાઇ વાઘેલા( રહે. નોંધણચોરા) પરેશ રઘુભાઇ વાઘેલા(રહે. લોધિકા) અને જીવુબેન મગુભાઇ વાઘેલા(રહે.નોંધણચોરા) ના નામ આપ્યા છે. યુવાને ફરિયાદમાં જણાવ્યું છે કે, તે પશુપાલન કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.

ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે, તેમના બહેન ગામમાં આવેલી નદીએ નાહવા ગયા હતાં. ત્યારે આરોપી મગુ અને જીવુબેનનો પુત્ર ફરિયાદીના બહેનના કપડા લઇ ઘરે જતો રહ્યો હતો. જેથી ફરિયાદીના બહેનને ભીના કપડે ઘરે આવવું પડયું હતું. જે અંગે બહેને આવી વાત કરી હતી. બાદમાં ફરિયાદી આ બાબતે આરોપીના પુત્રને ઠપકો આપવા જતા બોલાચાલી અને ઝપાઝપી થઇ હતી.

બાદમાં આ વાતનો ખાર રાખી ત્રણેય આરોપી મગુ વાઘેલા તેની પત્ની જીવુબેન અને પરેશે મળી રાત્રીના યુવાનના ઘરે આવી ઝડઘો કરી મગુએ યુવાનને માથનાભાગે પાવડાનો ઘા ફટકારી દીધો હતો.જયારે આરોપી પરેશે લાકડી વડે મારમાર્યો હતો અને જીવુબેને ઇંટનો છુટો ઘા કરી યુવાનના પિતા વિભુભાઇ વાઘેલાને ઇજા પહોંચાડી હતી. જે અંગે યુવાનની ફરિયાદ પરથી લોધિકા પોલીસે ત્રણેય આરોપીઓ સામે બીએનએસની કલમ 115(2), 118(1), 125(1),54 તથા જીપીએકટની કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી. બનાવ અંગે વધુ તપાસ એએસઆઇ એચ.બી.સોવલીયા ચલાવી રહ્યા છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: AbTak