'ચલો ચાંદ કે પાર…' જી હા, અડધી સદી એટલે કે પૂરા 50 વર્ષના લાંબી રાહ પછી, માનવજાતે ફરી એકવાર ચંદ્રના આંગણે ડગ માંડ્યા છે. નાસાનું 'આર્ટેમિસ-2' મિશન ફ્લોરિડાથી રવાના થઈ ચૂક્યું છે. આ વખતે વાત માત્ર ચંદ્ર પર જવાની નથી, પણ ત્યાં વસવાટ કરવાની અને બ્રહ્માંડના રહસ્યો ખોલવાની છે.
આ મિશનનું હૃદય 'માનવ વિશ્વાસ અને નવી શરૂઆત' છે.
તે માત્ર એક રોકેટનું લોન્ચિંગ નથી, પણ માણસ ફરીથી ચંદ્ર પર રહેવા જઈ શકે તે દિશામાં પહેલું મજબૂત ડગલું છે. તેમાં પહેલીવાર કોઈ મહિલા, પહેલા અશ્વેત વ્યક્તિ અને પહેલા બિન-અમેરિકી (કેનેડિયન) વ્યક્તિ ચંદ્રની સફરે ગયા છે, જે દર્શાવે છે કે હવે અવકાશ વિજ્ઞાનમાં સૌનો સાથ છે.
50 વર્ષ પહેલાનું 'એપોલો' મિશન માત્ર રશિયા સામે જીતવા અને ચંદ્ર પર પહોંચવાની સ્પર્ધા હતી. જ્યારે 'આર્ટેમિસ' મિશનનું હૃદય માત્ર ચંદ્ર પર પહોંચવું નથી, પણ ત્યાં માણસો લાંબો સમય રહી શકે અને ત્યાંથી મંગળ ગ્રહ સુધી જઈ શકાય તેવી વ્યવસ્થા ઉભી કરવાનું છે.
1972 પછી પહેલીવાર માણસો પૃથ્વીથી આટલા દૂર (આશરે 4 લાખ કિમી) જઈ રહ્યા છે. આ મિશન સફળ થશે તો જ આગામી સમયમાં માણસો ચંદ્રની સપાટી પર પગ મૂકી શકશે અને ત્યાં ઘર બનાવી શકશે. આમાં વપરાયેલું ઓરિયન કેપ્સ્યુલ અને એસએલએસ રોકેટ દુનિયાના સૌથી શક્તિશાળી મશીનોમાંના એક છે, જેનું પરીક્ષણ થઈ રહ્યું છે. ચીન પણ 2030 સુધીમાં ચંદ્ર પર પહોંચવા માંગે છે, તેની સામે અમેરિકા અને તેના સાથી દેશો પોતાની તાકાત બતાવી રહ્યા છે.
ક્રૂમાં રીડ વાઈઝમેન (કેપ્ટન), વિક્ટર ગ્લોવર (પાયલોટ), ક્રિસ્ટીના કોચ અને જેરેમી હેન્સનનો સમાવેશ થાય છે. તેઓ ચંદ્ર પર ઉતરશે નહીં, પણ તેની પાછળના ભાગ સુધી જઈને પરત આવશે. તેઓ સ્પેસક્રાફ્ટના કંટ્રોલ જાતે ચલાવીને તેનું ચેકિંગ કરશે. 10 દિવસ પછી આ કેપ્સ્યુલ પેસિફિક મહાસાગરમાં પેરાશૂટ દ્વારા ઉતરશે અને સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછું આવશે.
50 વર્ષ પછી મિશન આર્ટેમિસ-2 લોન્ચ કરવા માટેના લક્ષ્યો
અવકાશમાં માણસ માટે હવા, પાણી અને ઓક્સિજનની સિસ્ટમ બરાબર કામ કરે છે કે નહીં તે તપાસવું. અવકાશયાત્રીઓ જાતે સ્પેસક્રાફ્ટ ચલાવીને તેની ક્ષમતા અને વળાંક લેવાની શક્તિ ચકાસશે. ચંદ્રની પાછળના ભાગ સુધી જઈને અત્યાર સુધીનું સૌથી વધુ અંતર કાપવાનો રેકોર્ડ બનાવવો. પૃથ્વી પર પાછા ફરતી વખતે પ્રચંડ ગરમી સામે 'હીટ શીલ્ડ' સુરક્ષિત રહે છે કે નહીં તે જોવું. આ મિશન સફળ થાય તો જ ભવિષ્યમાં ચંદ્ર પર રહીને મંગળ ગ્રહ સુધી પહોંચી શકાશે.
એપોલો' મિશન રશિયા સામે જીતવા અને ચંદ્ર પર પહોંચવાની સ્પર્ધા હતી , જ્યારે 'આર્ટેમિસ' મિશનનું ચંદ્ર પર પહોંચવું નથી, પણ ત્યાં માણસો લાંબો સમય રહેવાનો છે

