મિતુલ દોંગાના નેતૃત્વમાં મુદ્રા ઇવેન્ટની સર્જનાત્મકતાને વૈશ્વિક ગૌરવ પ્રાપ્ત થયું, પાંચ ગોલ્ડ, એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ
નેપાળના કાઠમંડુની 'ધ સોલટી' હોટેલમાં યોજાયેલા ઇવેન્ટ અને વેડિંગ ઇન્ડસ્ટ્રીના 'ઓસ્કાર' સમાન 'ઈએમએફ ગ્લોબલ એસીઈ ક્ધવેન્શન અને એવોર્ડ્સ 2026'માં 7 દેશોના 550થી વધુ ડેલિગેટ્સે ભાગ લીધો હતો.
આ આંતરરાષ્ટ્રીય મંચ પર રાજકોટની 'મુદ્રા ઇવેન્ટ નેટવર્ક્સ'એ 5 ગોલ્ડ, 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ મળીને કુલ 7 એવોર્ડ્સ જીતીને વૈશ્વિક ગૌરવ મેળવ્યું છે. જેમાં સૌથી પ્રતિષ્ઠિત 'બેસ્ટ વેડિંગ ઓફ ધ યર'નો ગોલ્ડ એવોર્ડ ડો. લક્ષ્યરાજ સિંહ મેવાડ, બોલિવૂડ અભિનેતા વિક્રાંત મેસી, શિલ્પા શેટ્ટી અને શક્તિ કપૂરના હસ્તે એનાયત કરાયો હતો. વર્ષ 2011થી કાર્યરત અને ઓઇલ મિલ, ટેક્સટાઇલ, ક્ધસ્ટ્રક્શન સહિતના બિઝનેસ ગ્રુપ સાથે જોડાયેલી મુદ્રા ઇવેન્ટ્સને આ સફળતા સ્થાપક મિતુલ દોંગાના વિઝન અને “7 એવોર્ડ વન પેશનના મંત્ર સાથે કામ કરતી ટીમના પરિશ્રમથી મળી છે.

