બાલાજી હોલ નજીક મોક્ષ સ્પામાં દરોડો
સંચાલક જીગર સચદેવ અને મેનેજર અરુણ નેપાળી રંગીન મિજાજીઓ પાસેથી પાંચ હજાર પડાવી યુવતીઓને હજાર રૂપિયા આપતાં
મણિપુર, અસમ, મેઘાલય સહિતના રાજ્યોની સાત રૂપજીવીનીઓને મુક્ત કરવાઈ, સંચાલક-મેનેજરની શોધખોળ : માલવીયાનગર પોલીસ મથકના પીઆઈ જે. એમ.કૈલા અને ટીમનો દરોડો
શહેરના 150 ફૂટ રીંગ રોડ પર બાલાજી હોલ નજીક મોક્ષ સ્પામાંથી દેહ વેપારના ગોરખધંધાનો પર્દાફાશ થયો છે.
માલવિયાનગર પોલીસે દરોડો પાડી અહીંથી સાત યુવતીઓને મુક્ત કરાવી સંચાલક-મેનેજર વિરુદ્ધ ગુનો નોંધી બંનેની શોધખોળ આદરી હતી. પોલિસની તપાસમાં સંચાલક અને મેનેજર લાંબા સમયથી પૂર્વોતર રાજ્યોમાંથી ગણિકાઓને બોલાવી અહીં રંગીન મિજાજીઓ પાસેથી શરીર સુખ માણવા રૂ. 5 હજાર ઉઘરાવતા હતા. જે પૈકી હજાર રૂપિયા યુવતીઓને આપી બાકીના નાણાં ખિસ્સામાં નાખી લોહીનો વેપાર કરાવતા હોવાનું સામે આવ્યું હતું.
દરોડાની પ્રાપ્ત માહિતી અનુસાર માલવીયાનગર પોલીસ મથકના પીઆઈ જે. એમ.કૈલાની રાહબરીમાં પીએસઆઇ કે.ડી.મારૂ ટીમ સાથે પેટ્રોલીંગમાં હતાં ત્યારે સાથેના એએસઆઈ કેતનભાઈ શેખલીયા, હેડ કોન્સ્ટેબલ અજયભાઈ વિકમા, કોન્સ્ટેબલ ભાવેશભાઈ ગઢવી, કીનાબેન, જીનલબેન સહિતનો સ્ટાફ પોલીસ મથકે હાજર હતો ત્યારે રૂપ મોક્ષ “સ્પા”મા ચાલતા ગેરકાયદેસર કુંટણખાના અંગે હકીકત મળેલ કે, 150 ફુટ રીંગ રોડ બાલાજી હોલની સામે સરદાર વલ્લભભાઈ કેળવણી મંડળની પાસે આવેલ વ્રજ કોમ્પલેક્ષમાં અક્ષર લાઇટ્સની ઉપર ત્રીજા માળે મોક્ષ સ્પાની અંદર સ્પા સંચાલક જીગર દિલીપ સચદેવ દ્વારા પોતાના સ્પામા છોકરીઓ રાખી બહારથી ગ્રાહકો બોલાવી દેહ વ્યાપારનો ધંધો કરાવવામાં આવી રહ્યો છે, જે બાતમીના આધારે પોલીસની ટીમે ડમી ગ્રાહકને મોકલી સ્પામાં દરોડો પાડ્યો હતો.
સ્પામાં કાઉન્ટર પર બેસેલ ટેલિકોલર મહિલાને મેનેજર તથા સ્પાના સંચાલકનુ પુછતા મેનેજર અરૂણ લોકેન્દ્રભાઈ બીસ્કો (નેપાળી), (રહે, છોટુનગર શેરી નં 05, હનુમાન મઢી પાસે, રૈયા રોડ) છે, જે હાલ બહાર કામથી સ્પાની વસ્તુ લેવા માટે ગયેલ હોવાનું અને સંચાલક જીગર દિલીપ સચદેવ (રહે.રાજકોટ) જે પણ બહાર કામથી ગયેલનું જણાવેલ હતું. જે બાદ પોલીસે સ્પાના રૂમ ચેક કરાવતા અંદર આવેલ રૂમ નં. 01 ની અંદર એક સ્ત્રી તથા ડમી ગ્રાહક કઢંગી હાલતમા મળી આવેલ હતાં.
પોલીસને તે યુવતીએ જણાવેલ કે, આ સ્પાના સંચાલક જીગર સચદેવ અને મેનેજર અરૂણ બહારથી ગ્રાહકો મોકલી ગ્રાહક દીઠ રૂ.5 હજાર લે છે અને તેમાંથી રૂ. 1 હજાર તેણીને આપી બાકીના રુ. 3 હજાર પોતાની પાસે રાખે છે તથા સ્પામાં એન્ટ્રી ફી રુ.1 હજાર અલગથી લે છે. પોલીસે સ્પાના કાઉન્ટર અને રૂમમાંથી રોકડ કબ્જે કરી અસામ, મેઘાલય, મણીપુર સહિતના રાજ્યોની સાત ગણિકાઓને મુક્ત કરાવી હતી. જયારે લાંબા સમયથી સ્પાના ઓથા હેઠળ દેહ વ્યાપારનો ધંધો કરતાં સંચાલક અને મેનેજરની શોધખોળ આદરી છે.

