Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
રાજકોટ ગ્રામ્યમાં જુગારના ત્રણ દરોડામાં 15 શકુનીઓ ઝડપાયા

રાજકોટ ગ્રામ્યમાં જુગારના ત્રણ દરોડામાં 15 શકુનીઓ ઝડપાયા

અબતક 3 weeks ago

રાજકોટ રેન્જ આઇજી ટીમ જામકંડોરણાના થોરડી ગામ નજીક વાડીમાં ત્રાટકી: રૂ. 2.73 લાખના મુદ્દામાલ સાથે રાજકોટ, ગોંડલ, કંડોરણા સાત ખેલી ઝબ્બે

એલ.સી.બી.નો ઈસરા ગામની વાડીમાં અને કોટડાસાંગાણી પોલીસે સતાપર ગામે દરોડો: આઠ શખ્સોની ધરપકડ, એકની શોધખોળ

રાજકોટ ગ્રામ્ય પંથકમાં જુગારના ત્રણ દરોડામાં 15 શખ્સો પતા ટીંચતા ઝડપાયા હતા. રેન્જ આઇજી ટીમે જામકંડોરણાના થોરડી ગામ નજીક આવેલ વાડીમાં દરોડો પાડી રાજકોટ, ગોંડલ અને જામકંડોરણાના સાત ખેલીઓની ધરપકડ કરી રૂ.

2.73 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જયારે ઉપલેટા પોલીસે ઇસરા ગામની વાડીમાં અને કોટડાસાંગાણી પોલીસે સતાપર ગામે જાહેરમાં જુગટુ ખેલતા શખ્સોને દબોચ્યા હતા.

જુગારના પ્રથમ દરોડાની પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ રેન્જના ઇન્ચાર્જ ડીઆઈજ્વેલર્સ રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા રેન્જ હસ્તકના જિલ્લાઓમાં દારૂ-જુગારની ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે સખત કાર્યવાહી કરી ગેરકાયદે પ્રવૃત્તિઓને સદંતર ડામી દેવા સૂચના આપવામાં આવી હતી. જે સૂચના અનુસંધાને રેન્જ આઈ.જી. ટીમના પીઆઇ અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી એન મોરી, બી સી મીયાત્રા અને સી એમ કાન્ટેલિયાની ટીમ વર્કઆઉટમાં હતી. દરમિયાન પીએસઆઇ એ વાય ઉદાસ અને તેમની ટીમના કુલદીપસિંહ ચુડાસમા, દિવ્યેશભાઈ સુવા, નિકુલભાઇ પંપાણીયા, રવિરાજસિંહ વાળા, મિતેશભાઈ પટેલ અને ધર્મેન્દ્રસિંહ જાડેજાને મળેલી સંયુક્ત હકીકતના આધારે રાજકોટ ગ્રામ્યના જામકંડોરણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા થોરડી ગામથી રામપર તરફ જતા રોડ પર આવેલ સીમમાં વાડી ખાતે ધમધમતા જુગારધામ પર દરોડો પાડી વાડી માલિક વિક્રમસિંહ લીલુભા જાડેજા, પુનિત જસાભાઈ રાતડીયા (રહે. રામપર, જામકંડોરણા), કુંભ મનોજભાઈ શિયાળ(રહે. રામપર, જામકંડોરણા), શ્યામ ગોકળભાઈ મેવાડા (રહે. વિજય પ્લોટ શેરી નં. 18, ગોંડલ રોડ, રાજકોટ), મનીષ બાબુભાઈ સોલંકી (રહે. ચરખડી ગામ, ગોંડલ), મનોજ કમાભાઈ શિયાળ (રહે રામપર, જામકંડોરણા), મેહુલ ભગવાનજીભાઈ મેવાડા (રહે ચંદ્રેશનગર શેરી નં. 9, મવડી, રાજકોટ)ની ધરપકડ કરી રૂ. 1,28,300 ની રોકડ, છ મોબાઈલ ફોન અને બે વાહન મળી કુલ રૂ.2,73, 300 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

બીજા દરોડામાં રાજકોટ જિલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા દારૂ-જુગારની પ્રવૃત્તિને નેસ્ત નાબૂદ કરવા અસરકારક કામગીરી સૂચના આપવામાં આવી હતી. જે સૂચના અનુસંધાને ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક સિમરન ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમ પ્રયત્નશીલ હતી. દરમિયાન એલસીબી ટીમને મળેલી હકીકતના આધારે ઉપલેટા પોલીસ સ્ટેશન વિસ્તારના ઈસરા ગામની ખારા સીમમાં આવેલ કારાભાઈ દેવાયતભાઈ ચંદ્રવાડીયાના વાડીમાં દરોડો પાડી તીન પત્તીનો જુગાર રમી રહેલા વાડી માલિક કારાભાઈ દેવાયતભાઈ ચંદ્રવાડીયા, દિનેશ ધનાભાઈ નંદાણીયા, પ્રવીણ નારણભાઈ ધુલ, જગદીશ ટપુભાઈ કાંબલીયા, મયુર પીઠાભાઈ સુવા અને નીરવ અશોકભાઈ સોલંકીને પકડી રૂ.82,500 ની રોકડ કબજે કરવામાં આવી હતી. જુગારના અન્ય દરોડામાં કોટડા સાંગાણી પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ એસ આર ગોહિલ હેઠળની ટીમ દારૂ-જુગારની ગેરકાયદે બદ્દીને ડામવા પ્રયત્નશીલ હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ રવિરાજસિંહ જાડેજા, કોન્સ્ટેબલ હિંમતસિંહ પાલ, સિદ્ધાર્થભાઈ જયંતીભાઈને મળેલી સંયુક્ત હકીકતના આધારે સતાપર ગામે રામદેવપીરના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા કલ્પેશ પોપટભાઈ બાબરીયા અને જીગ્નેશ રમેશભાઈ સરવૈયાની ધરપકડ કરી રૂ. 11040 ની રોકડ કબ્જે કરવામાં આવી હતી. જયારે દરોડા દરમિયાન નાસી છૂટનાર દિનેશ ભીમજીભાઇ ચાવડાની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: AbTak