Dailyhunt
રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે પીએસઆઇ અને પીઆઇની બદલીનો ગજીફો ચિંપ્યો

રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે પીએસઆઇ અને પીઆઇની બદલીનો ગજીફો ચિંપ્યો

અબતક 2 weeks ago

10 પીએસઆઇ, આઠ પીઆઈની આંતરિક બદલી,અન્ય જિલ્લામાંથી બદલી પામીને આવેલા આઠ પોલીસ ઇન્સ્પેક્ટરને નિમણૂક: ભાયાવદર પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ તરીકે એ. બી.જાડેજા

રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર દ્વારા પી.એસ.આઇ. અને પીઆઈની બદલીનો ગંજીપો ચીપવામાં આવ્યો છે જેમાં આઠ પી આઈ અને 10 પીએસઆઇ ની આંતરિક બદલી કરવામાં આવી છે જ્યારે અન્ય જિલ્લામાંથી બદલી પામીને આવેલા આઠ પોલીસ ઇન્સ્પેક્ટરને પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.

વધુ વિગત મુજબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની આચાર સહિતા આમલી બને તે પૂર્વે બદલી અને બઢતીનો પોલીસ બેડામાં દોર ચાલુ થયો હતો જેમાં રાજ્યના પોલીસ વડા કે એલ એન રાવ દ્વારા 550 થી વધુ પોલીસ ઇન્સ્પેક્ટરોની સામૂહિક બદલીના હુકમો કર્યા હતા. જે તમામ રાજકોટ એસ.પી. ઓફિસ હાજર થયા છે. જેને પગલે જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર દ્વારા સુરેન્દ્રનગરના એચ.જી ગોહિલને ભાડલા, પોરબંદરના એમ.એલ આહીરને જેતપુર તાલુકા, અમદાવાદ ગ્રામ્યના જી.આર ઝાલાને ગોંડલ સીટી એ ડિવિઝન, જુનાગઢ પીટીસીના એમ જે પરમારને મેટોડા જીઆઇડીસી, એચ એમ ધાંધલ ને ઉપલેટા, આઈબીના એન.એસ શુકલાને એલઆઈબી, સુરત શહેરના વાય એમ ગોહિલને પાટણવાવ અને પોરબંદરના પીડી જાદવને જામકંડોરણા પોલીસ મથકના પી.આઈ તરીકે નિમણૂક આપવામાં આવી છે. જ્યારે જિલ્લાના આઠ પીઆઈની આંતરિક બદલી કરવામાં આવી છે જેમાં ધોરાજી તાલુકાના જે પી ગોસાઈને જસદણ ઉપલેટા ના બી.આર પટેલને ધોરાજી સીટી મેટોડા જીઆઇડીસી ના એસ.એચ શર્મા ને જેતપુર ઉદ્યોગ નગર લોધિકાના યુઆર ડામોર ને કોટડા સાંગાણી પાટણવાવના એમ જી ચૌહાણને પડધરી કોટડા સાંગાણીના આર એમ રાઠોડને આટકોટ અને પડધરીના એસ એન પરમાર ને લોધિકા પોલીસ મથક ખાતે મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત 10 ાતશ ની જિલ્લામાં આંતરિક બદલી કરવામાં આવી છે જેમાં શાપરના એબી જાડેજા ને ભાયાવદર જેતપુર ઉદ્યોગ નગરના એલ.ડી મેતાને વિછીયા ના કેબી ગઢવી ને જેતપુર ઉદ્યોગ નગર જેતપુર સીટી ના જેપી મલ્હોત્રા ને ધોરાજી સીટી ધોરાજી સિટીના આર બી બલદાણીયા ને જેતપુર સીટી જસદણના ભડલીઓપી ના એમપી ગોહિલને પડધરીના સરદળ ઓપી માં તરફ દળ ઓપીના વિકે સુરાણીને ગોંડલ સીટી એ ડિવિઝન ગોંડલ સીટી એ ડિવિઝનના એસ.આર પંડ્યા ને શાપર વેરાવળ આટકોટ ના મોટા દડવા ઓપીના એબી કાકડીયાને ધોરાજી સીટી અને લીવ રીજર્વના બીડી મારુ ને જેતપુર સીટી પોલીસ મથક ખાતે બદલી કરવામાં આવી છે. જ્યારે એ.બી. જાડેજા ને ભાયાવદર પીઆઇ નો વધારાનો ચાર્જ છુપાયો છે

રાજ્યના વધુ 19 પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલી

રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચના તત્કાલીન પી.આઈ. વાય.બી.જાડેજાની મોરબી ખાતે ટ્રાન્સફર

રાજ્યમાં 550થી વધુ પીઆઇની બદલી બાદ ડીજીપી કે એલ એન રાવ દ્વારા વધુ 19 પોલીસ ઇન્સ્પેક્ટરોની ટ્રાન્સફરના હુકમ કરવામાં આવ્યા છે. જેમાં રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ ના તત્કાલીન પીઆઇ વાય બી જાડેજાને મોરબી ખાતે બદલી કરવામાં આવી છે. વધુ વિગત મુજબ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે મોટા પાયે બદલી અને બઢતીનો દોર વચ્ચે વધુ 19 પીઆઇની બદલીના હુકમો કરવામાં આવ્યા છે. જેમાં રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ ના તત્કાલીન પીઆઇ અને હાલ નાગરિક સંરક્ષણ દળમાં ફરજ બજાવતા વાયબી જાડેજા ને મોરબી, જુનાગઢ પીટીસી ના એચ.બી. પટેલ અને કે બી ઝાલા ને વલસાડ ,ડાંગ, ભાવનગરના બી.ડી.જાડેજાને વડોદરા શહેર ,જુનાગઢના આર કે પરમારને છોટાઉદેપુર, ભુજના પીસી સિંગરખીયા ભાવનગર ના સીપી વાઘેલાને અમરેલી, સુરેન્દ્રનગરના બી એચ સિંગરખીયાને જુનાગઢ, દાહોદના ડીએમ ઢોલ, અમદાવાદ ગ્રામ્યના કેસ દવે અને સુરત શહેરના જે એન ગોસ્વામીને સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ, દાહોદના એએમ એમ એમ કામળીયા ને મહેસાણા જામનગરના એએસ રબારીને મહેસાણા વલસાડના કે જે રાઠોડ ને ગાંધીનગર છોટા ઉદેપુરના ડીએસ વાઢેરને અમદાવાદ શહેર સાબરકાંઠાના એસએમ કરંગીયા ને ગાંધીધામ જુનાગઢના પીસી સરવૈયાને સુરત ગ્રામ્ય અમદાવાદ શહેરના એએમ દેસાઈને અમદાવાદ ગ્રામ્ય ડાંગના આર.એસ પટેલને નવસારી ખાતે બદલી કરવામાં આવી છે

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: AbTak