મેઘાલય, મુંબઈ અને રાજકોટની ગણિકાઓ પાસેથી લોહીનો વેપાર કરવાતો'તો : રંગીન મિજાજીઓ પાસેથી ત્રણ હજાર વસુલી રૂપજીવીનીઓને હજાર રૂપિયા આપી બાકીના ખિસ્સામાં નાખી દેતા'તા
શહેરના કિસાનપરા ચોક નજીકથી વધુ એક સ્પાના ઓઠા તળે ધમધમતા કુટણખાનાનો પર્દાફાશ થયો છે. એ ડિવિઝન પોલીસે ગ્રીન એપલ સ્પામાં દરોડો પાડી રંગીન મિજાજીઓને બહારથી બોલાવી લોહીનો વેપાર કરાવતા સ્પા સંચાલક, મેનેજર અને ટેલિકોલરની ધરકડ કરી રૂ.
47 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ઝડપાયેલા શખ્સો બહારથી ગણિકાઓને બોલાવી રૂ. 3 હજાર વસુલી તેમાંથી એક હજાર ગણિકાઓને આપી બે હજાર ખિસ્સામાં નાખી દેતા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે અહીંથી મેઘાલય, રાજકોટ અને મુંબઈની ચાર યુવતીઓને મુક્ત કરાવી હતી.
દરોડા મામલે એ ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ કરણભાઈ વિરસોડિયાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સ્પા સંચાલક અમન મનોજભાઈ ઠાકુર(ઉવ 22 રહે.ભગતસિંહ ગાર્ડન પાછળ, આરએમસી આવાસ ક્વાર્ટર, યુનિવર્સીટી રોડ, રાજકોટ), મેનેજર દીપેશ જગતભાઈ વિશ્વકર્મા (ઉવ 23 રહે.વંદન એપાર્ટમેન્ટમાં પગી તરીકે, સાધુ વાસવાણી રોડ, રાજકોટ) અને ટેલિકોલર વિકાસ કુલદીપભાઈ વિશ્વકર્મા(ઉવ 25 રહે. પેરેડાઇઝ એપાર્ટમેન્ટમાં પગી તરીકે, રોયલ પાર્ક, કેકેવી ચોક, રાજકોટ)નું નામ આપતાં એ દડિવિઝન પોલીસે ઈમોરલ ટ્રાફિકિંગ એક્ટની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.
દરોડા અંગે પ્રાપ્ત વિગત અનુસાર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ જે વી વાઢિયા અને પીએસઆઈ એસ આર ચાવડાના માર્ગદર્શન હેઠળના હેડ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ બોરીચા, મહેશભાઈ ચાવડા, કરણભાઈ વિરસોડિયા, મહિલા કોન્સ્ટેબલ સજનીબેન સખીયા અને પ્રીયંકાબા જાડેજા પોલીસ મથકે હાજર હતા. ત્યારે બાતમી મળી હતી કે, કિસાનપરા ચોક નજીક આવેલ બી.કે. કોમર્શિયલ એપાર્ટમેન્ટના પહેલા માળે આવેલ ગ્રીન એપલ સ્પાનો સંચાલક બહારથી સ્ત્રીઓ બોલાવી રંગીન મિજાજી ગ્રાહકોને બોલાવી દેહ વ્યાપારનો ધંધો કરાવી રહ્યો છે. જે હકીકત વેરીફાય કરાવતા સાચી હોવાનું ઠર્યું હતું. જે બાદ પીઆઈ જે વી વાઢિયા સહીતની ટીમોએ ગ્રીન એપલ સ્પા ખાતે ડમી કસ્ટમર મોકલી દરોડો પાડ્યો હતો.
દરોડામાં સ્પા સંચાલક અમન મનોજભાઈ ઠાકુર, મેનેજર દીપેશ જગતભાઈ વિશ્વકર્મા અને ટેલિકોલર વિકાસ કુલદીપભાઈ વિશ્વકર્મા હાજર મળી આવ્યા હતા. જે બાદ પોલીસે સ્પાનો એક રૂમ ચેક કરતા તેમાંથી એક મેઘાલય રાજ્યની સ્ત્રી અને પુરુષ કઢંગી હાલતમા મળી આવ્યા હતા. રૂમમાંથી કોન્ડોમ મળી આવતા તેનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. બાદ અન્ય રૂમમાં ચેક કરતા તેમાંથી મુંબઈની બે અને રાજકોટની એક મળી ત્રણ યુવતીઓ મળી આવી હતી. મહિલાઓએ પોલીસ સમક્ષ કબૂલાત આપી હતી કે, સ્પા સંચાલક, મેનેજર અને ટેલિકોલર બહારથી ગ્રાહકો બોલાવી રૂ.3 હજાર વસુલી તેમાંથી એક હજાર રૂપિયા અમને આપી દેહ વ્યાપાર કરાવે છે. પોલીસે સ્પાના ડ્રોવરમાંથી રૂ 3 હજારની રોકડ ઉપરાંત અન્ય રોકડ અને બે મોબાઈલ મળી રૂ 47,010 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે ચારેય ગણિકાઓને મુક્ત કરાવી સ્પા સંચાલક, મેનેજર અને ટેલિકોલર વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સ્પા સંચાલક, મેનેજર અને ટેલિકોલરની ધરપકડ કરતી એ ડિવિઝન પોલીસ, રૂ. 47 હજારનો મુદ્દામાલ કબ્જે: ચાર યુવતીઓને મુક્ત કરાવાઈ
શહેરની શેરી-ગલિઓમાં બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા સ્પાના નામે થતાં ગોરખધંધા પર લગામ ક્યારે?
હાલ શહેરના કોઈ પણ રાજમાર્ગ પર સ્પા ધમધમતું ન હોય તેવું કદાચ ભાગ્યે જ બનતું હશે. સ્પાના ઓઠા તળે ઠેર ઠેર દેહ વેપારનો ઘૃણાસ્પદ ધંધો ફૂલીફાલી રહ્યો છે. હવે તો શેરીઓ-ગલીઓમાં બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા સ્પા અને તેમાં થતાં ગોરખધંધાને કારણે રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે લોહીના વેપારના ધંધા પર એકીસાથે તૂટી પડી શહેરીજનોએ અસામાજિક પ્રવૃતી કરી રંઝાડ આપતાં શખ્સો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રબળ લોકમાંગ ઉઠવા પામી છે. અત્રે નોંધનીય છે કે, છેલ્લા એક જ સપ્તાહમાં શહેરના અલગ અલગ ત્રણ સ્પામાંથી કુટણખાનું ઝડપાઈ ચૂક્યું છે.

