Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
રાજકોટના ક્રાઉન સ્પામાંથી જુગારધામ ઝડપાયું : મહિલા સહિત સાત ખેલીઓની ધરપકડ

રાજકોટના ક્રાઉન સ્પામાંથી જુગારધામ ઝડપાયું : મહિલા સહિત સાત ખેલીઓની ધરપકડ

અબતક 1 week ago

મોરબી રોડ, ઇન્દિરાનગર અને રૈયાધારમાં જુગારના અન્ય ત્રણ દરોડામાં 12 જુગારીઓ ઝબ્બે : 50 હજારથી વધુની મતા કબ્જે

શહેરના સ્પામાંથી છાસવારે મસાજના ઓઠા તળે ધમધમતા કુટણખાનાનો પર્દાફાશ થતો હોય છે. ત્યારે હવે સ્પામાંથી જુગારધામ ઝડપાયું છે. એ ડિવિઝન પોલીસે વિવેકાનંદ રોડ પર આવેલા ક્રાઉન સ્પામાં દરોડો પાડી જુગાર રમાડનાર સ્પા સંચાલક તેમજ એક મહિલા સહીત સાત વ્યક્તિને ઝડપી લઇ રોકડ કબ્જે કરી હતી.

આ ઉપરાંત બી ડિવિઝન પોલીસે મોરબી રોડ પર આવેલા રહેણાંક મકાનમાં દરોડો પાડી ચાર શખ્સોને ઝડપી લીધા હતા તેમજ યુનિવર્સીટી પોલીસે રૈયાધાર વિસ્તારમાં બે સ્થળેથી આઠ શખ્સોને જુગાર રમતા ઝડપી રોકડ કબ્જે કરી છે.

એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે, વિવેકાનંદ રોડ પર ચંદન કોમ્લેક્સના બીજા માળે આવેલા ક્રાઉન સ્પાના હોલમાં તીનપતીનો જુગાર રમાડવામાં આવી રહ્યો છે જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડી સ્પા સંચાલક ચિરાગ રાજેશભાઈ ખુશલાણી (રહે-પરસાણાનગર શેરી નં-1, રેફ્યુજી કોલોની પાસે), રોહિત મનસુખભાઈ ખંધેરા (રહે-રાજનગર ચોક), માનવ સંજયભાઈ ગોંડલીયા (રહે-રેલનગર, પરસાણાનગર), પ્રતીક લલિતભાઈ પીઠડીયા (રહે-રેલનગર), પાર્થ પ્રવીણભાઈ શુક્લા (રહે-ચામુંડાનગર, ખીજડા વાળી શેરી), બ્રિજેશ ચંદુભાઈ વિરોજા (રહે-કુંવરગઢ, તા.બાબરા), અંજલીબેન હરેશભાઇ અગ્રાવત (રહે-કોઠારીયા, રણુજા મંદિર)ને ઝડપી લઇ રોકડ 15,300ની મત્તા કબજે કરી હતી. પોલીસની પુછપરછમાં ચિરાજ ખુશલાણી પોતાના ક્રાઉન સ્પામાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી તીનપતીનો જુગાર રમાડતો હોવાનું ખુલ્યું હતું.બીજો દરોડો એલસીબી ઝોન-2ની ટીમે મોરબી રોડ પર રામેશ્વર સિલ્વર પાર્ક શેરી નં-1માં રહેતા મહીપત ભોળાભાઈ હદાણીના રહેણાંક મકાનમાં પાડ્યો હતો જ્યાં જુગાર રમાડતા મકાન માલીક મહીપત હદાણી, ગોપાલ છેલાભાઇ બાંભવા (રહે-શિવનગર સોસાયટી), કિશોર દેવશીભાઇ અસોદરીયા (રહે-જમના પાર્ક, મોરબી રોડ), બલરામ પ્રહલાદભાઈ કાલાણી (રહે-ગાયકવાડી)ને ઝડપી લઇ રોકડ 17,200ની મત્તા કબ્જે કરી ગુનો નોંધ્યો હતો.

યુનિવર્સીટી પોલીસે રૈયાધાર ઈન્દીરાનગરમાં જાહેરમાં જુગાર રમતા સચિન પ્રવીણભાઈ વોરા, અજય શિવાભાઈ બાબરીયા, નિલેશ લક્ષમીભાઈ પરમાર, હિતેશ જેન્તીભાઇ જાદવ (રહે-તમામ ઈન્દીરાનગર)ને ઝડપી લઇ રોકડ 7690ની મત્તા કબ્જે કરી હતી. આ ઉપરાંત રૈયાધાર મફતિયાપરામાં જુગાર રમતા પ્રકાશ સોમાભાઈ સોલંકી, લાલા બીજલભાઈ સોલંકી, વિપુલ મ,મુકેશભાઈ ઉગરેજીયા, મહેશ હીરાભાઈ પરમાર (રહે-તમામ રૈયાધાર)ને ઝડપી લઇ રોકડ 10,200ની મત્તા કબ્જે કરી ગુનો નોંધ્યો હતો.

રેસકોર્સ રીંગ રોડ પર ઓનલાઇન આઇડી મારફતે જુગાર રમતો યશ જાદવ ઝડપાયો

પ્રદ્યુમનનગર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે રેસકોર્ષ રિંગ રોડ પર ફૂટપાથ પર શખસ મોબાઈલમાં શંકાસ્પદ પ્રવૃત્તિ કરતો હોવાનું જોવા મળતા તેની પોતાનું નામ યશ પ્રફુલભાઇ જાદવ (રહે-આનંદનગર કોલોની, કોઠારીયા)નો હોવાનું જણાવ્યું હતું. પોલીસે મોબાઈલ ચેક કરતા એપ્લિકેશનમાં લાઈવ કેસીનોમાં પત્તાની ગેમ રમી પૈસાની હારજીત કરતો હોવાનું જોવા મળતા મોબાઈલ કબ્જે કરી શખ્સની અટકાયત કરી ગુનો નોંધી કાર્યવાહી કરી હતી

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: AbTak