જ્ઞાતિવાદનું ઝેર સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં વધુ વકરશે
વિકાસની રાજનીતિનાં યુગમાં આજે પણ જ્ઞાતિ-જાતીના સમિકરણોના આધારે ટિકિટ ફાળવણી કરી ચૂંટણી જીતવાની ચોપાટ મંડાય છે
ભારત જેવા વિશ્ર્વના સૌથી મોટા લોકશાહી દેશમાં મતદાર જ સૌથી મોટો રાજા છે.ચૂંટણી ને એક મહાઉત્સવ માનવામાં આવે છે કે આજે પણ ચૂંટણીનો જંગ જીતવા માટે જ્ઞાતિવાદને વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે.
વિકાસની રાજનીતિ પર આજે પણ જ્ઞાતિનું રાજકારણ વર્ચસ્વ ધરાવે છે. આજની તારીખે દેશમાં અનેક એવા રાજકીય આગેવાનો છે જે લોક સેવા કરવાની તત્પરતા ધરાવે છે. અને એક સારા નેતા પણ નિવડી શકે છે. પરંતુ જ્ઞાતિ જાતિના વાડાના કારણે તેઓને ચૂંટણીના જંગમાં ઉતરવાની તક મળતી નથી. ચૂંટણીમાં ટિકિટ ફાળવણીમાં જ્ઞાતિના સમિકરણોના ચોગઠા ગોઠવવામાં આવે છે.પરંતુ ચૂંટણી જીત્યા બાદ પદાધિકારીઓની નિયુકતીમાં પણ જ્ઞાતિવાદને જ પ્રાધાન્ય આપવામાં આવે છે.હવે જયારે આપણે 21મી સદીનો એક ચર્તુતાર્થ ભાગ વિતાવી ચૂકયા છીએ ત્યારે જ્ઞાતિવાદના વાડાને તોડી વિકાસની રાજનીતિને પ્રાધાન્ય આપવું જોઈએ. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની આગામી ચૂંટણીમાં જ્ઞાતિવાદનું ઝેર વધુ ઘાતક બને તેવા અણસારો મળી રહ્યા છે. રાજકીય પક્ષો પોતાના ચૂંટણી જંગ જીતવા માટે જ્ઞાતિવાદને આગળ કરશે તમામ રાજકીય પક્ષોમાં દાવેદારોની લાઈનો લાગી છે. પરંતુ ટિકિટ ફાળવણીમાં જ્ઞાતિના સમીકરણો ને જ ધ્યાનમાં લેવામાં આવશે.
જો કોઈ કારણો સર જે તે બેઠક પર જ્ઞાતિનું વર્ચસ્વ ધરાવતા વ્યકિતને ટિકિટ આપી શકાય તેમ ન હોય તો હરિફોના મતો કાંપવા માટે મુખ્ય રાજકીય પક્ષો તે જ્ઞાતિના કોઈ અપક્ષ ઉમેદવારને મેદાનમાં ઉતારી પોતાનો મનસુબો પાર પાડી લ્યે છે. સમીકરણો બંધ બેસાડીને પણ ચૂંટણી જીતવાનો એક માત્ર ધ્યેય હોય છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એઆઇએમઆઇએમ 405 સ બેઠકો પર ચૂંટણી લડશે.આ તમામ બેઠકો એવી છે કે જ્યાં મુસ્લિમ સમાજના મતદારો વધુ છે. ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન ના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી ગુજરાતની મુલાકાતે આવશે. આ દરમિયાન તેઓ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે પક્ષના ઉમેદવારો નક્કી કરશે અને શહેરમાં એક જાહેર સભાને પણ સંબોધિત કરશે.ઓવૈસી આજે મોડી રાત્રે ગુજરાતમાં આવી પહોંચશે. તેઓ શનિવારે પ્રદેશ પક્ષના હોદ્દેદારોની બેઠક બોલાવશે, જેમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે પક્ષના ઉમેદવારો અને પ્રચારની વ્યૂહરચના નક્કી કરવામાં આવશે.મ્યુનિસિપલ કોર્પોરેશન, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની કુલ 405 બેઠકો પર ચૂંટણી લડશે. પક્ષના અધ્યક્ષ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે એઆઇએમઆઇએમના પ્રચારના શ્રીગણેશ કરવા શનિવારે સાંજે ખાનપુરના જેપી ચોક ખાતે જાહેર સભાને સંબોધશે.
વર્ષ 2021ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તેઓઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાત બેઠકો તેમજ મોડાસા અને ગોધરાની નગરપાલિકાઓમાં 16 બેઠકો જીતી હતી. રાષ્ટ્રીય પક્ષો જ્ઞાતિ જાતિના જોરે ચૂંટણીમાં મેદાન મારતા હોય છે.

