Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
રીઢો તસ્કર ઝડપાયો: ચાર ચોરીનો ભેદ ઉકેલાયો

રીઢો તસ્કર ઝડપાયો: ચાર ચોરીનો ભેદ ઉકેલાયો

અબતક 6 years ago

પેડક રોડ પરથી પોલીસે ઝડપી પાડયો: રૂ. ૩.૯૪ લાખનો મુદામાલ કબ્જે

બી ડીવીઝન પોલીસ મથકના સ્ટાફે પેટ્રોલીંગય દરમિયાન પેડક રોડ પાણીના ટાંકા પાસેથી પોકેટ કોપ એપની મદદથી રીઢા તસ્કરને ઝડપી પાડી ચાર ચોરીનો ભેદ ઉકેલી રૂ. ૩.૯૪ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ બી ડીવીઝન પોલીસ મથકના પી.આઇ. એમ.બી. આસુરા તથા પી.એસ.આઇ. એમ.એફ ડામોર તથા એએસઆઇ વિરમભાઇ સહિતનો સ્ટાફ પેકડ રોડના છેડે પાણીના ટાંકા પાસે ગુલાબનગર મફતીયા પરા પાસે રહેતો પ્રદિપ કાળુ પઢારીયા નામના શખ્સની અટકાયત કરી પુછતાછ કરતા અને પોકેટ કોપની એપથી તપાસ કરતા પ્રદિપ અગાઉ ચોરીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકયો હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસે કડક પૂછતાછ કરતા પ્રદિપ પઢારીયાએ ગત તા.૧૧મીના રોજ જગજીત એપાર્ટમેન્ટમાં ગત તા.પમીના લોકમાન્ય તિલક ટાઉનશીપમાં આજીડેમ વિસ્તારમાં આશરે એકાદ માસ પહેલા અને વધુ એક ચોરી મળી કુલ ચાર ચોરીની કબુલાત આપતા બી ડીવીઝન પોલીસે તેની ધરપકડ કરી રૂ. ૩.૯૪ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.

આરોપી પ્રદિપ પઢારીયા અગાઉ પણ રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ૯ થી વધુ ચોરીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકયો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: AbTak