દસાડાના વઘાડા ગામે દારૂના કટીંગ વેળાએ એસએમસી ત્રાટકી
સ્થાનિક પોલીસને અંધારામાં રાખી સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી શરાબ; વાહનો અને મોબાઈલ મળી રૂ. 61.24 લાખનો મુદામાલ કબ્જે કર્યો: પાંચની શોધખોળ
સુરેન્દ્રનગર જીલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે સહિત મુખ્ય માર્ગો પર થી બૂટલેગરો દ્વારા મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી અને કટીંગ થતું હોવાની તેમજ બહારના રાજ્યમાંથી દારૂ ઘુસાડવામાં આવતો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે.
જેને ધ્યાને લઈને ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલ (જખઈ)ની ટીમે દસાડા તાલુકામાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું જેમાં બાતમીના આધારે દસાડાના વધાડા ગામ પાસેથી ઈંગ્લીશ દારૂના ચાલુ કટીંગ પર રેઇડ કરી 04 શખ્સોને મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતા.
જેમાં દસાડાના વધાડા ગામ પાસે આવેલ વિશ્વકર્મા મંદિર પાસે , ફુલકી ચોકડી નજીકથી ઇંગ્લિશ દારૂનું કટીંગ કરતાં 04 શખ્સો (1) દેવેન્દ્રસિંહ ઉર્ફે દેવ જીબાનસિંહ સોલંકી (2) મિનેશ ગાંડાભાઈ સોલંકી (3) પંકજ રાજેશસિંહ રાજપુત, ત્રણેય રહે. અમદાવાદ અને (4) પ્રકાશભાઈ જાકાહીભાઈ પરમાર, રહે. થરા, જી. બનાસકાંઠા વાળાને ઇંગ્લિશ દારૂની 9864 બોટલ કિંમત રૂ.25.45 લાખ, 07 મોબાઇલ કિંમત રૂ.76,000, બે કાર અને એક ટ્રક કિંમત રૂ.35 લાખ, રોકડ સહિત ફૂલ રૂ.61.24 લાખના મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા. જ્યારે રેઇડ દરમિયાન અન્ય 09 શખ્સો (1) ગણપત ઉર્ફે કિશન રેવાભાઈ પરમાર, રહે.થરા, જી. બનાસકાંઠા (મુખ્ય આરોપી) (2) ફારુક ઇશાક મેમણ, રહે. વિરમગામ (ઇંગ્લિશ દારૂનો જથ્થો મંગાવનાર) (3) પંપુભા વાઘેલા, રહે.થરા, જી. બનાસકાંઠા (4) ટીનાજી ઠાકોર, રહે..થરા, જી. બનાસકાંઠા (5) ટ્રક ચાલક, માલીક અને ક્લીનર (6) સ્કોર્પિયો કારનો માલિક (7) આઈટેન કારનો માલિક હાજર મળી આવ્યા નહોતા. આથી જઘૠ પોલીસે ઝડપાયેલ 04 શખ્સો સહિત હાજર મળી નહીં આવેલ 09 શખ્સો સહિત ફૂલ 13 શખ્સો સામે પાટડી પોલીસ મથકે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે જખઈ ટીમ દ્વારા મોટા પ્રમાણમાં દસાડા તાલુકામાંથી ઇંગ્લિશ દારૂનું કટીંગ ઝડપી પાડતા સ્થાનિક પોલીસની બેદરકારી સામે આવી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે અને આ મામલે આગામી દિવસોમાં ઉચ્ચ કક્ષાએથી નવા જૂની થવાના એંધાણ પણ વર્તાઈ રહ્યા છે.

