Dailyhunt
સનરાઇઝર્સની ધુંઆધાર બેટીંગે કોલકતાનો સૂરજ આથમાવી દીધો!

સનરાઇઝર્સની ધુંઆધાર બેટીંગે કોલકતાનો સૂરજ આથમાવી દીધો!

અબતક 1 week ago

નરાઇઝર્સે 226 રનનો સ્કોર ખડક્યો, ટ્રેવિસ હેડ, અભિષેક, ક્લાસેનની આક્રમક બેટિંગ, કોલકાતા 161 રનમાં આઉટ

ઓપનર ટ્રેવિસ હેડ અને અભિષેક શર્મા ઉપરાંત હેનરિક ક્લાસેનની શાનદાર બેટિંગની મદદથી સનરિજર્સ હૈદરાબાદે ગુરુવારે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં કોલકાતા નાઇટ રાઇડર્સને તેના હોમગ્રાઉન્ડ ઇડન ગાર્ડન્સ ખાતે 65 રનથી હરાવ્યું હતું.

હૈદરાબાદે વર્તમાન સિઝનનો સર્વોચ્ચ સ્કોર પણ ખડક્યો હતો. ઇડન ગાર્ડન્સ ખાતે રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતાં સનરાઇઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં આઠ વિકેટે 226 રનનો સ્કોર રજૂ કર્યો હતો જેના જવાબમાં કોલકાતા નાઇટ રાઇડર્સે શરૂઆતમાં થોડી લડત આપી હતી પરંતુ અંતે તે 16 ઓવરમાં 161 રન કરી શક્યું હતું. વર્તમાન સિઝનમાં સનરાઇઝર્સનો આ પ્રથમ વિજય હતો તો નાઇટ રાઇડર્સ આ સાથે તેની પહેલી બંને મેચ હારી ગયું છે.227 રનના કપરાં ટારગેટ સામે રમતાં કોલકાતા નાઇટ રાઇડર્સ માટે અંગક્રિશ રઘુવંશી અને રિન્કુ સિંઘ સિવાય બાકીના કોઈ બેટર લડત આપી શક્યા ન હતા. રઘુવંશીએ પ્રશંસનીય બેટિંગ કરીને 29 બોલમાં બાવન રન ફટકાર્યા હતા. ફિન એલને ટીમને ઝંઝાવાતી પ્રારંભ કરાવ્યો હતો અને માત્ર બાઉન્ડ્રી શોટથી જ તેના 28 રન સાત બોલમાં ફટકાર્યા હતા જેમાં ચાર ચોગ્ગા અને બે સિક્સર સામેલ હતા. જોકે આ ઝંઝાવાતથી કોલકાતાને ખાસ લાભ થયો ન હતો. રિન્કુ સિંઘે 25 બોલમાં 35 રન ફટકાર્યા હતા. તે આઉટ થયો તે સાથે કોલકાતાનો પડકાર શમી ગયો હતો.અગાઉ બ્લેસિંગ મુઝારાબાનીની ચાર વિકેટ છતાં ક્લાસેનની અડધી સદીથી સનરાઇઝર્સ હૈદરાબાદે જંગી સ્કોર રજૂ કરવામાં સફળતા હાંસલ કરી હતી. બ્લેસિંગ મુઝારાબાનીએ શાનદાર બોલિંગ કરતા ચાર વિકેટ ઝડપી હતી પરંતુ હેનરિક ક્લાસેનની લડાયક અડધી સદીની મદદથી સનરાઈઝર્સ હૈદરાબાદે આછ વિકેટે 226 રનનો પડકારજનક સ્કોર રજૂ કર્યો હતો.ટ્રેવિસ હેડે ફરીથી ફોર્મ મેળવી લેતાં માત્ર 21 બોલમાં 46 રનની તોફાની ઇનિંગ્સ રમી હતી, તો ડાબેરી બેટર અભિષેક શર્માએ પણ 21 બોલમાં 48 રન ફટકાર્યા હતા. આ જોડીએ માત્ર 34 બોલમાં 82 રનની વિસ્ફોટક ભાગીદારી કરી હતી. અજિંક્ય રહાણેએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો પરંતુ હૈદરાબાદના બેટર્સે શરૂઆતમાં પ્રતિ ઓવર 15 રનની આસપાસની સરેરાશથી રન ફટકારીને કોલકાતાના બિનઅનુભવી બોલિંગ આક્રમણને પીછેહઠ કરવા મજબૂર કરી દીધું હતું.જોકે ગૃહ ટીમ માટે નસીબ ઝડપથી બદલાયું હતું. કાર્તિક ત્યાગીએ ખતરનાક ટ્રેવિસ હેડને આઉટ કરીને ઓપનિંગ જોડી તોડી હતી. ત્યાર બાદ મુઝારાબાનીએ એક જ ઓવરમાં ત્રણ બોલમાં બે વિકેટ ઝડપીને હૈદરાબાદને મોટો ફટકો આપ્યો હતો. તેણે કેપ્ટન ઇશાન કિશન (14) અને સેટ થયેલા અભિષેક શર્માને પેવેલિયન ભેગા કર્યા હતા. એક સમયે આઠ ઓવરમાં એક વિકેટે 110 રનના સ્કોર સાથે મજબૂત સ્થિતિમાં રહેલી હૈદરાબાદની ટીમે માત્ર સાત રનમાં ત્રણ વિકેટ ગુમાવી દેતા રનગતિ ધીમી પડી ગઈ હતી. ઉફરા ઉપરી વિકેટો પડ્યા બાદ રનગતિ વધારવામાં હેનરિક ક્લાસેન અને નિતિશ કુમાર રેડ્ડીએ ઇનિંગ્સ સંભાળીવાની જવાબદારી લીધી હતી. આ જોડીએ 82 રનની ભાગીદારી કરીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી. અંતિમ ઓવર્સમાં વૈભવ અરોરાએ મહત્વની વિકેટો ઝડપી હતી, જેમાં રેડ્ડી (39) ની વિકેટનો પણ સમાવેશ થતો હતો. આમ છતાં ક્લાસેને પોતાની સંયમિત અડધી સદી પૂરી કરી ટીમને 226 રન સુદી પહોંચાડી હતી.

હૈદરાબાદ તરફથી સૌથી વધુ છગ્ગા ફટકારનાર અભિષેક બીજો ખેલાડી બન્યો

સનરાઇઝર્સ હૈદરાબાદની શરૂઆત ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માની ઓપનિંગ જોડી સાથે થઈ હતી. જેમણે પ્રથમ વિકેટ માટે 82 રનની ભાગીદારી કરી, પરંતુ કોઈ પણ બેટ્સમેન તેમની ફિફ્ટી સુધી પહોંચી શક્યો નહીં. અભિષેક શર્મા 48 રન બનાવીને પેવેલિયન પાછો ફર્યો, પરંતુ તે એક નોંધપાત્ર સદી પૂર્ણ કરવામાં સફળ રહ્યો.

સનરાઇઝર્સ હૈદરાબાદ અત્યાર સુધી આઈપીએલમાં કેટલાક શ્રેષ્ઠ ખેલાડીઓ જોયા છે, જેમાં સૌપ્રથમ તેમના ભૂતપૂર્વ કેપ્ટન ડેવિડ વોર્નર છે, જેમની કેપ્ટનશીપ હેઠળ ટીમે આઇપીએલ ટ્રોફી પણ જીતી હતી. સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમતી વખતે સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ ડેવિડ વોર્નરના નામે છે, જેમાં 143 છગ્ગા ફટકારવામાં આવ્યા છે. અભિષેક શર્મા હવે આઈપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમતી વખતે 100 કે તેથી વધુ છગ્ગા મારનાર બીજો ખેલાડી બન્યો છે. અભિષેક શર્મા 2019ની આઇપીએલ સીઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદમાં જોડાયો હતો અને ત્યારથી તે જ ફ્રેન્ચાઇઝી માટે રમી રહ્યો છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: AbTak