Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

સરધાર ખાતે 'ઠાકોર સાહેબ મનોહરસિંહજી જાડેજા શૈક્ષણિક સંકુલ'નું લોકાર્પણ

અબતક 4 months ago

બાળકોના જીવનમાં ઘડતર અને સંસ્કારનો મહત્વનો ભાગ એવી

શિક્ષણમંત્રી રીવાબા જાડેજાએ વર્ચ્યુઅલ સંબોધનમાં જણાવ્યું કે, રાજકોટ રાજ પરિવારના સેવાકીય અભિગમને બિરદાવી 'જ્ઞાનની નવી પરબ' ગણાવી

ધારાસભ્ય ઉદય કાનગડ, મેયર ડો.નેહલ શુકલ, જિલ્લા પંચાયતના પ્રમુખ સંજય પીપળીયા સહિત રાજકીય અને સામાજિક અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત

રાજ્યની ઐતિહાસિક ભૂમિ અને રાજકોટ રાજ પરિવારની ગાદી સરધાર ખાતે રાજકોટ રાજ પરિવાર દ્વારા બાળકોના જીવનમાં ઘડતર અને સંસ્કારનો મહત્વનો ભાગ એવો શિક્ષણની મિસાલને પ્રજજવલિત કરી છે.

આજના આધુનિક યુગમાં શિક્ષણની સાથે ટેકનોલોજીના યુગનો નવો ઇતિહાસ રચાયો છે. બદલાતા સમય સાથે ગ્રામીણ ક્ષેત્રના વિદ્યાર્થીઓ પણ વૈશ્વિક સ્તરની સ્પર્ધામાં મોખરે રહી શકે તેવા ઉમદા આશય સાથે રાજકોટ રાજ પરિવાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે સરધાર કેળવણી મંડળ સંચાલિત ગાંધી લક્ષ્‍મીચંદ સુંદરજી માધ્યમિક શાળાના આધુનિકીકરણ સાથે નિર્માણ કર્યું છે. 'ઠાકોર સાહેબ મનોહરસિંહજી જાડેજા શૈક્ષણિક સંકુલ'નું આજે એક ગરિમાપૂર્ણ સમારોહમાં રાજ્યના શિક્ષણમંત્રી રીવાબા જાડેજા દ્વારા વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને ગ્લોબલ સ્તરની સુવિધાઓ અને ગુણવત્તાસભર શિક્ષણ આપવાના ઉમદા સંકલ્પ સાથે આ અદ્યતન જ્ઞાનમંદિર હવે વિદ્યાર્થીઓની સેવામાં સમર્પિત થઈ ચૂક્યું છે.આ શૈક્ષણિક મહોત્સવ રાજમાતા સાહેબ માનકુમારીદેવીના દિવ્ય અને પ્રેરણાદાયી સાનિધ્યમાં યોજાયો હતો. ડિજિટલ માધ્યમ દ્વારા જોડાયેલા મુખ્ય ઉદ્ઘાટક

શિક્ષણમંત્રી રીવાબા જાડેજાએ પોતાના પ્રેરણાદાયી વર્ચ્યુઅલ સંબોધનમાં જણાવ્યું હતું કે, ડિજિટલ યુગમાં અંતરિયાળ ગ્રામીણ વિસ્તારો સુધી આવી અદ્યતન સુવિધાઓ પહોંચાડવી એ સમયની માંગ છે. તેમણે રાજકોટ રાજ પરિવારના આ સેવાકીય અભિગમને બિરદાવી સંકુલને 'જ્ઞાનની નવી પરબ' ગણાવી હતી. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી રાજકોટના ઠાકોર સાહેબ માંધાતાસિંહજી જાડેજા , રાણી સાહેબ અ.સૌ. કાદમ્બરીદેવી જાડેજાએ ઉપસ્થિત રહી પ્રેરણાદાયી ઉદ્બોધન આપ્યું હતું વિદ્યાર્થીઓને ટેકનોલોજીના સથવારે દેશના ઉજ્જવળ ભવિષ્યના ઘડવૈયા બનવા આહ્વાન કર્યું હતું. સંકુલના લોકાર્પણની સાથે-સાથે વિદ્યાના આંગણે શૈક્ષણિક ક્ષેત્રે વિશિષ્ટ અને ઝળહળતી સિદ્ધિઓ હાસલ કરનાર અપ્રતિમ તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ પણ યોજાયો હતો.

શિક્ષણના આ મહાઉત્સવમાં ધારાસભ્ય ઉદયભાઈ, મેયર નેહલભાઈ શુકલ, જિલ્લા પંચાયતના પ્રમુખ સંજયભાઈ પીપળીયા અને સરધાર ગામના સરપંચ અને સ્કૂલના ટ્રસ્ટી અને અગ્રણી ઉદ્યોગપતિ ચેતનભાઇ પાણ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. સરધાર કેળવણી મંડળ અને રાજકોટ રાજ પરિવારના સંયુક્ત પ્રયાસોથી યોજાયેલા આ ભવ્ય કાર્યક્રમમાં રાજકીય સામાજિક અને સમગ્ર પંથકમાંથી મોટી સંખ્યામાં શિક્ષણપ્રેમીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રામીણ શિક્ષણના આ નૂતન પ્રકલ્પને ઉત્સાહભેર વધાવી લીધો હતો.

શિક્ષણ એ જીવનનો સાચો દીવો છે: માંધાતાસિંહ જાડેજા

અબતક સાથેની વાતચીત માં રાજકોટના ઠાકોર સાહેબ માંધાતાસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે શિક્ષણએ માનવ મનનો શણગાર છે માનવીય મૂલ્ય માનવતા અને નૈતિકતાનો આધાર સ્તંભ છે. તેની સ્વયં સ્પષ્ટ સમજણ સાથે 67 વર્ષ પૂર્વે સન 1959માં જેનો શુભારંભ થયો હતો તેવા સરદાર કેળવણી મંડળ ગાંધી લક્ષ્‍મીચંદ સુંદરજી સંકુલના પરિષદનાના નામને યથાવત રાખીને રાજકોટ રાજ પરિવાર દ્વારા સમયની આવશ્યકતા અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને શાળા સંકુલ નું નવનિર્માણ કરી ઠાકોર સાહેબ સ્વ.મનોહરસિંહજી જાડેજા શૈક્ષણિક સંકુલને લોકાર્પણ કર્યું હતું. આ સંકુલમા ગામડાના દીકરા દીકરીઓ નિશુલ્ક રીતે ભણે એટલું જ નહીં બાળકો ખૂબ આગળ વધી અને પોતાના જીવનમાં સિદ્ધિ પ્રાપ્ત કરે તેના માટેનો રાજવી પરિવારને અપાર સંતોષ છે. શિક્ષણ એ જીવનનો સાચો દીવો છે અજ્ઞાનના અંધકારને દૂર કરી અને સફળતાના સક્ષમ દ્વારો ખુલે છે. શિક્ષણ ઉપરાંત અમે કૌશલ્યના ક્લાસો આવનારા દિવસોમાં શરૂ કરવામાં આવશે. સરધાર એ એક એવી પવિત્ર ભૂમિ છે કે જ્યાં અમારા પૂર્વજોએ પણ રાજ કર્યું હતું.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: AbTak