શહેરના વધુ એક આગનો બનાવ સામે આવ્યો હતી જેમાં સોની બજારમાં દેરાસર વાળી શેરી દિયા ગોલ્ડ પોલિસીંગ નામની બે માળ ની બિલ્ડિંગમાં રાતે 11 વાગ્યા ભયંકર આગ ફાટી નીકળતા તાત્કાલિક નાગરિક બેંક ફાયર સ્ટેશન નો સ્ટાફ ઘટના દોડી ગયો હતો આગ એટલી ભયંકર હતી કે જેમાં બીજા માળે એલપીજી સીનીડર બ્લાસ્ટ થયો હતો અને શહેર પાંચ ફાયર ફાઇટર મદદ માગવીને સતત પાણીનો મારો ચલાવી ને મહા મહેનતે આશરે 3 કલાકે આગ કાબુ મેળવ્યો હતો અને જાન હાની થયેલ નથી અને ફનીચર, અને મશીનરી સહિત અંદાજે 7 લાખનું નુકશાન થયું હોવાની માહિતી મળી રહી .
આ અંગે મળતી માહિતી મુજબ શહેરના સોની બજાર માં દેરાસર પાસે ઇન્ડિયન બેંક પેટા ગલીમા દિયા ગોલ્ડ નામના બે માળના બિલ્ડિંગમાં ગત રાત્રે 11:00 વાગ્યા આસપાસ આગ ભભૂકી ઊઠી હતી જેથી તાત્કાલિક હાર્દિકભાઈ નામના વ્યક્તિએ ફાયર બ્રિગેડ કંટ્રોલરૂમનેને 10:50 મિનિટે જાણ કરતા નાગરિક બેંક ફાઈટર સ્ટેશનથી એમ્બ્યુલન્સ તથા ફાયર ફાઈટર રવાના થયેલ અને ઘટના સ્થળે દોડી ગયા હતા આગ એટલું ભયંકર જેથી એક એલ.પી.જી બોટલ બ્લાસ્ટ થયેલ હોવથી બેકાબુ આગ પર કાબુ મેળવવા અન્ય ફાયર સ્ટેશન ના ફાયર ફાઈટરની મદદ લેવામાં આવેલ જેમાં નાગરિક બેંક ફાયર સ્ટેશનમાંથી મીની ફાઈટર અને ફાયર ફાઈટર, બે એમ્બ્યુલન્સ, સી.આર.સી સ્ટેશનથી વોટર બ્રાઉઝર, બેડી પરા માંથી એક મીની ફાયર ફાઈટર, બે ફાયર ફાઈટર, એમ્બ્યુલન્સનો સ્ટાફને મદદ લેવામાં આવી હતી અંદાજે ત્રણ કલાક સુધી પાણીનો માળો ચલાવીને ફાયર બ્રિગેડના સ્ટેશનો ઓફિસર સહિત નાની મહેનતથી આગ પર કાબુ મેળવ્યો હતો અને અને પહેલા માળે 3 લોકો અને ત્રીજા માળે થી એક વ્યક્તિ ને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા અને બીજા માળે સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો આ આગમાં પોલીસિંગ મશીન અલ્ટ્રા સોની મશીન ડ્રમ થતા ફર્નિચર તથા એલપીજી બ્લાસ્ટના કારણે બિલ્ડીંગની છત ડેમજ થઈ હતી તેમજ ત્રીજા માળે પતરા નો બાંધકામ હોય અને ઇલેક્ટ્રીક વાયરીંગ તથા બે કાચા નુકસાની થયેલ અને આગ લાગવા પાછળ એસીના કમ્પ્રેશનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ જાણવા મળ્યું છે તેમજ અંગે દિયા ગોલ્ડ બિલ્ડીંગ ના માલિક સંજયભાઈ વિનુભાઈ લુવા સ્થળ પર હાજર હતા તેમણે જણાવ્યું હતું કે બિલ્ડીંગ માં પહેલા માળે ઓફિસ હોય અને બીજા માળે પોલીસિંગ વર્કશોપ કામ કરતા હોય અને આગ ના બનાવમાં મશીનરી, ફર્નિચર સહિત રૂપિયા અંદાજે 7 લાખનું નુકસાન થયેલ હોવાનું પ્રાથમિક તારણ જાણવા મળી રહ્યું છે અને મોટી જાનહાનિ ટળી હતી.
છ ફાયર ફાઈટરની મદદથી 3 કલાકના અંતે આગ પર કાબુ મેળવ્યો, અલ્ટ્રાસોનિક પોલિસીંગ મશીન અને ફર્નિચર બળીને ખાખ
એસીના કમ્પ્રેશનમાં શોર્ટ સર્કિટથી લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાનું પ્રાથમિક તારણ
બીજા અને ત્રીજા માળેથી ચાર વ્યક્તિને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા : સદનસીબે જાનહાનિ ટળી

