રાજ્ય કક્ષાના એક્ઝિબિશનમાં ધોરાજી પ્લાસ્ટિક ઉદ્યોગ અંગે ઉદ્યોગપતિઓ પોતે જ કરશે માર્કેટિંગ
સુરતમાં આજે તા,2એપ્રિલથી શરૂ થયેલા ચાર દિવસીય પ્લાસ્ટિક એક્ઝિબિશન શો માં દેશ વિદેશના પ્લાસ્ટિક ઉદ્યોગ અને નવી ટેકનોલોજી, અને રિસાયકલિંગની સરકારની પોલીસી નું માર્ગદર્શન મળશે. ચાર દિવસીય એક્ઝિબિશન માટે ધોરાજી પ્લાસ્ટિક ઉદ્યોગના 35ઉદ્યોગપતિઓ સુરત પ્લાસ્ટિક શો માં સામેલ થવા માટે રવાના થયા હતા ધોરાજીના આ ઉદ્યોગપતિઓ સુરતમાં વિશાલ ડોમમાં આયોજિત પ્રદર્શનમાં અને દરેક મુલાકાતિને ધોરાજીમાં બનતી અલગ અલગ પ્લાસ્ટિક પ્રોડક્ટ વિશે માર્કેટિંગ અને જાણકારી આપશે, ધોરાજી પ્લાસ્ટિક એસોસિએશનના પ્રમુખ દલસુખભાઈ વાગડિયા ની ટીમ સુરતના એક્ઝિબિશનમાં ધોરાજીના પ્લાસ્ટિક ઉદ્યોગ નું માર્કેટિંગ કરશે.

