સુપર સ્પેશિયાલિસ્ટ તબીબો દ્વારા નિ:શુલ્ક સારવાર સાથે દવા-ચશ્માનું વિતરણ:વ્યસનમુક્તિ અને આરોગ્ય અંગે જાગૃતિ લાવવા માટે વિશેષ પહેલ
સ્વર્ગસ્થ કિશોરભાઈની બીજી પુણ્યતિથિ નિમિત્તે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં વિવિધ રોગોના સુપર સ્પેશિયાલિસ્ટ તબીબો દ્વારા દર્દીઓની નિ:શુલ્ક તપાસ અને સારવાર કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત AIIMS હોસ્પિટલની તબીબી સેવા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
કેમ્પમાં દર્દીઓને નિ:શુલ્ક દવાઓ તેમજ ચશ્માનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે. આયોજકોના જણાવ્યા મુજબ આ કેમ્પનો અંદાજે 2500થી 3000 લોકો લાભ લેશે. વિવિધ રોગો અંગે નિષ્ણાત તબીબો દ્વારા માર્ગદર્શન સાથે આરોગ્યની તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે સમાજમાં વ્યસનમુક્તિ અને આરોગ્ય અંગે જાગૃતિ લાવવા માટે પણ વિશેષ પહેલ કરવામાં આવી છે. લોકોને વ્યસનથી દૂર રહેવા અને સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ બનવા અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. પર્યાવરણ સંરક્ષણને પણ આ સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડવામાં આવ્યું છે. પર્યાવરણની જાળવણી માટે 'કિશોરભાઈ વન' બનાવવાની સાથે પાણીના સંરક્ષણ માટે ચેકડેમ બનાવવાની દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી છે.
પર્યાવરણની જાળવણી માટે 'કિશોરભાઈ વન' બનશે: ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા
ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ જણાવ્યું હતું કે સ્વ. કિશોરભાઈની પુણ્યતિથિને સમાજસેવા સાથે જોડીને આરોગ્ય સેવા, વ્યસનમુક્તિ જનજાગૃતિ અને પર્યાવરણ સંરક્ષણના કાર્યો કરવામાં આવી રહ્યા છે. 'કિશોરભાઈ વન' દ્વારા પર્યાવરણની જાળવણી સાથે આગામી પેઢી માટે હરિયાળું અને સ્વસ્થ વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

