Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
તને રસોઈ બનાવતા આવડતું નથી કહી સસરાએ પુત્રવધુને તમાચો માર્યો

તને રસોઈ બનાવતા આવડતું નથી કહી સસરાએ પુત્રવધુને તમાચો માર્યો

અબતક 1 week ago

જસદણમાં માવતરે રહેતી અને પ્રેમલગ્ન કરનારી પરિણીતાએ મોરબીનાં માથકવાડાના પતિ, સાસુ-સસરા સામે ફરિયાદ નોંધાવી

તું મારા દીકરાને સાચવતી નથી કહી સાસુ મેણાંટોણા મારતા, તું જોઈતી જ નથી કહી પતિ ત્રાસ આપતો : રાજકોટમાં રહેતી પરિણીતાની જામકંડોરણાનાં ખજૂરડા ગામે રહેતા પતિ-સાસુ સામે રાવ

જસદણમાં માવતરે રહેતી પરિણીતાએ મોરબીના માથકવાડા ગામે રહેતા પતિ અને સાસુ-સસરા સામે ત્રાસની ફરિયાદ નોંધાવી છે.

જયારે હાલ રાજકોટમાં રહેતી પરિણીતાએ જામકંડોરણાના ખજુરડાના ગામે રહેતા પતિ- સાસુ સામે શારીરિક- માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, હાલ જસદણમાં રહેતી અંજુબેન (ઉ.વ.23) નામની પરિણીતાએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે મોરબીના માથકવાડા ગામે રહેતા પતિ સમીર સલીમભાઈ વડગામા સસરા સલીમભાઈ અને સાસુ શહેનાઝબેનના નામ આપ્યા છે. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હાલ તે માતા-પિતા સાથે રહે છે. ત્રણ વર્ષ પૂર્વે સમીર સાથે પ્રેમ સંબંધ થતાં તેની સાથે નિકાહ કર્યા હતા. લગ્નજીવન થકી સંતાનમાં 21 માસનો પુત્ર અલમીર છે.

લગ્નના બે માસ સુધી સારી રીતે રાખ્યા બાદ સાસુ-સસરા પ્રેમલગ્નથી રાજી ન હોય જેથી પતિને ખોટી રીતે પતિની ચઢામણી કરતા હતા અને શારીરિક માનસિક ત્રાસ આપવા લાગ્યા હતા. પરિણીતા આ ત્રાસ સહન કરી ન શકતા અવારનવાર માવતરના ઘરે રીસામણે ચાલી જતી હતી. બાદમાં સમાજના આગેવાનો સમજાવી સાસરે મોકલતા હતા. છેલ્લે તા. 30-9 ના કોઈ કારણ વગર રસોઈ બનાવવા બાબતે સાસુ-સસરા બોલવા લાગ્યા હતા અને સસરાએ એક ઝાપટ મારી દીધી હતી. જેથી પરિણીતા વાંકાનેર પોલીસ સ્ટેશને ગઈ હતી.

બાદમાં સાસુ-સસરા તથા પતિએ સમાધાન માટે પોલીસ સ્ટેશન બહાર બોલાવી પરિણીતાને ગાળો આપી કહ્યું હતું કે, તને રાખવી નથી છૂટાછેડા આપી દેવા છે તેવી ધમકી આપતા પરિણીતાએ આ બાબતે માતા-પિતાને જાણ કરી હતી અને બાદમાં તેના માવતર તેને જસદણ લઇ ગયા હતા. ત્યાબાદ તેણે આ અંગે પતિ અને સાસુ- સસરા વિરુદ્ધ જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જ્યારે અન્ય એક બનાવમાં હાલ રાજકોટમાં ભીમનગર શેરી નંબર 4 પાસે રહેતી પરિણીતા પુરીબેને જામકંડોરણાના ખજૂરડા ગામે રહેતા પતિ રમેશભાઈ કુરજીભાઈ ચાવડા અને સાસુ શોભનાબેન વિરુદ્ધ જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં ત્રાસની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે રમેશ સાથે તેના બીજા લગ્ન છે જે લગ્નજીવન થકી સંતાનમાં આઠ વર્ષની દીકરી મારી છે. જયારે અગાઉના લગ્ન થકી 12 વર્ષની પુત્રી છે. લગ્ન બાદ પતિ અને તેની બંને દીકરીઓ સાથે રહેતી હતી બાજુમાં સાસુ શોભનાબેન રહે છે. સાસુ અવારનવાર કામકાજ બાબતે રોકતા હતા અને મેણા ટોણા મારતા હતા અને કહેતા હતા કે, તારા બાપે તને કંઈ કામ શીખડાવ્યું નથી અને તું મારા દીકરાને સાચવતી નથી તેમ કહી પતિ અને સાસુ બંને સંભળાવી માનસિક ત્રાસ આપતા હતા. પતિ ગાળો આપતો હતો અને કહેતો હતો કે, તું તારા માવતરના ઘરે જતી રહે મારે જોઈતી નથી. હું બીજા લગ્ન કરી લઈશ આમ કહી શારીરિક માનસિક ત્રાસ આપતા હોય થોડા દિવસ પૂર્વે પરિણીતા માવતરના ઘરે રાજકોટ આવી ગઈ હતી. બાદમાં પતિ અને સાસુ વિરૂધ્ધ આ ફરિયાદ નોંધાવી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: AbTak