Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ત્રણ મહિનામાં તમામ આવશ્યક સેવાઓનો હેલ્પલાઇન નંબર "112" રહેશે: સુપ્રીમ કોર્ટ

ત્રણ મહિનામાં તમામ આવશ્યક સેવાઓનો હેલ્પલાઇન નંબર "112" રહેશે: સુપ્રીમ કોર્ટ

અબતક 4 months ago

અકસ્માત જેવી ગંભીર પરિસ્થિતિમાં કયો નંબર ડાયલ કરવો તેમાં મૂંઝવણ થાય છે અને સમયનો બગાડ થાય છે તેનાથી બચી શકાશે

સુપ્રીમ કોર્ટે દેશના નાગરિકો માટે સ્વાસ્થ્ય અને સુરક્ષા સંબંધિત એક મોટો અને મહત્વનો નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આદેશ આપ્યો છે કે તેઓ આગામી 3 મહિનાની અંદર પોલીસ (100), ફાયર બ્રિગેડ (101), એમ્બ્યુલન્સ (108/102) જેવી તમામ અલગ-અલગ ઈમરજન્સી હેલ્પલાઇન સેવાઓને જોડીને એક જ નંબર '112' હેઠળ લાવે.

કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે 'ટ્રોમા કેર' (અકસ્માત કે ઈમરજન્સી સમયે મળતી સારવાર) એ બંધારણના 'કલમ 21' હેઠળ મળેલા 'જીવનના અધિકાર'નો જ એક ભાગ છે.

અકસ્માત સમયે ઘાયલ વ્યક્તિને મદદ કરનારા લોકો માટે દરેક રાજ્યમાં એક મજબૂત ફરિયાદ નિવારણ પ્રણાલી અને 'ગુડ સમરિટન' કાયદાનો અમલ કરવા સૂચના આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર આગામી 3 મહિનામાં અકસ્માત કે ટ્રોમા કેસ માટે એક ચોક્કસ 'મેડિકલ રેસ્ક્યુ પ્રોટોકોલ' તૈયાર કરશે, જેનો અમલ દેશભરમાં કરવો ફરજિયાત રહેશે. સરકારને આદેશ આપવામાં આવ્યો છે કે લોકો '112' નંબર વિશે જાણે તે માટે મોટા પાયે પ્રચાર અને જાગૃતિ ફેલાવવામાં આવે.

ઘણીવાર અકસ્માત જેવી ગંભીર પરિસ્થિતિમાં કયો નંબર ડાયલ કરવો તેમાં મૂંઝવણ થાય છે અને સમયનો બગાડ થાય છે. અકસ્માત સ્થળે ઘાયલ વ્યક્તિને જે વ્યક્તિ મદદ કરે અને હોસ્પિટલ પહોંચાડે, તેને 'ગુડ સમરિટન' કહેવાય છે. તેમને કોઈ પણ પ્રકારની પોલીસ પૂછપરછ કે કાનૂની અડચણ ન નડે તે માટે સરકાર દ્વારા વિશેષ નિયમો બનાવવામાં આવ્યા છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: AbTak