Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ટ્રાફિક સિગ્નલ બોલતું નથી, છતાં જીવ બચાવવાની જાણે છે ભાષા

ટ્રાફિક સિગ્નલ બોલતું નથી, છતાં જીવ બચાવવાની જાણે છે ભાષા

અબતક 3 weeks ago

સિગ્નલનો રંગ બદલાય છે, સમજ ક્યારે બદલાશે ?

ગત વર્ષે માર્ગ અકસ્માતમાં 1.80 લાખથી વધુ લોકોના મોત દરરોજ સરેરાશ 502 મૃત્યુ અને 2024માં 4,87,707 માર્ગ અકસ્માતો અને 1,77,175 મૃત્યુ નોંધાયા હતા: ટ્રાફિક સેન્સના અભાવે ઘણા અકસ્માતો થતા હોય છે

અકસ્માત નિવારણમાં ટ્રાફિક સિગ્નલનું મહત્વ અત્યંત નિર્ણાયક છે. ટ્રાફિક સિગ્નલ વાહનો અને રાહદારીઓની અવરજવરને વ્યવસ્થિત બનાવે છે, જેના કારણે અથડામણની શક્યતા નોંધપાત્ર રીતે ઘટે છે.

આવા અકસ્માતો ઘટાડવા માટે ટ્રાફિક સિગ્નલનું પાલન, ઝડપ પર નિયંત્રણ અને ટ્રાફિક નિયમોનું કડક અનુસરણ અત્યંત જરૂરી છે. લાલ સિગ્નલ તોડવો, પીળી લાઇટની અવગણના કરવી કે લીલી લાઇટ મળ્યા વિના આગળ વધવું જેવા નિયમભંગ અનેક ગંભીર અકસ્માતોનું કારણ બને છે. તેથી, ટ્રાફિક સિગ્નલનું પાલન માત્ર કાનૂની ફરજ જ નહીં પરંતુ પોતાના અને અન્ય લોકોના જીવનની સુરક્ષા માટેનું સૌથી અસરકારક સાધન છે.ગત વર્ષે માર્ગ અકસ્માતમાં 1.80 લાખથી વધુ લોકોના મોત દરરોજ સરેરાશ 502 મૃત્યુ અને 2024 માં 4,87,707 માર્ગ અકસ્માતો અને 1,77,175 મૃત્યુ નોંધાયા હતા: ટ્રાફિક સેન્સના અભાવે ઘણા અકસ્માતો થતા હોય છે.

વિશ્વમાં 1914 માં પ્રથમ ઇલેક્ટ્રીક ટ્રાફિક પોઇન્ટ ક્લીવલેન્ડ ઓહિયોમાં સ્થાપિત કરાયું હતું : 1912 માં સોલ્ક લેક સિટીમાં લાલ અને લીલી લાઇટો લાકડાના બોક્સ મુકીને નિયમન કરતા હતા: પાંચમી ઓગસ્ટ 1914 એ વિશ્વના પ્રથમ ટ્રાફિક સિગ્નલનો સ્થાપના દિવસ ગણાય છે. રેલ્વે માટે ટ્રાફિક લાઇટ ની શોધ કરવામાં આવી હતી. રેલ ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે, બ્રિટિશ રેલ્વે મેનેજર જ્હોન પીક નાઈટે રેલરોડ સિસ્ટમ અપનાવવાનું સૂચન કર્યું. આવી સ્થિતિમાં રેલવે સિગ્નલિંગ એન્જિનિયર જેપી નાઈટે પ્રથમ ટ્રાફિક સિગ્નલની શોધ કરી હતી.

આજના યુગમાં દરેક નાગરિકની પ્રથમ ફરજ ટ્રાફિકના નિયમો પાળવાની છે, ટ્રાફિક સિગ્નલની લાઈટ જ આપણું જીવન બચાવી શકે છે. વિશ્વનું સૌપ્રથમ ટ્રાફિક સિગ્નલ ડિસેમ્બર 1868માં લંડનના વેસ્ટમિન્સ્ટર વિસ્તારમાં બ્રિજ સ્ટ્રીટ અને ગ્રેટ જ્યોર્જ સ્ટ્રીટના આંતરછેદ પર, સંસદના ગૃહો અને વેસ્ટમિન્સ્ટર બ્રિજ પાસે સ્થાપિત કરવામાં આવ્યું હતું. તે સમયના રેલ્વે સિગ્નલ જેવો જ દેખાવ હતો. તે રાત્રે ગેસથી પણ ચલાવવામાં આવતું હતું. જો કે, કમનસીબે એકવાર તેમાં વિસ્ફોટ થયો અને એક પોલીસકર્મીનું મોત થયું. આ દુર્ઘટના પછી, આ પદ્ધતિના વિકાસને લઈને ચર્ચા વધી ગઈ હતી. બ્રિટનમાં 1868 માં પ્રથમ ટ્રાફિક સિગ્નલ લગાવવામાં આવ્યા હતા, જ્યારે ભારતમાં 1953 માં ચેન્નાઈ શહેરથી તેની શરૂઆત થઇ હતી.

વિશ્વમાં વધતી જતી વસ્તીને કારણે ટ્રાફિક સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ છે. દરેક ચાર ચોકમાં ટ્રાફિક સિગ્નલના નિયમો કોઈ પાળતું ન હોવાથી ઘણીવાર ટ્રાફિક જામની સમસ્યાઓ જોવા મળે છે. દરેક નાગરિકે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે, જીવનની સુરક્ષા માટે પણ લાલ, લીલો અને પીળો કલર આપણા માટે મહામૂલો ગણી શકાય કારણ કે તેના નિર્દેશનથી જ ટ્રાફિક નિયમનનું સંચાલન થતું હોય છે, મોટાભાગના અકસ્માતો ટ્રાફિકના નિયમો ન પાળવાથી થતા હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે ટ્રાફિક સિગ્નલની શોધ રસ્તાઓ માટે નહીં, પણ રેલવે માટે થઈ હતી. ટ્રાફિક લાઇટનો ઇતિહાસ જોઈએ તો ટ્રાફિક જામની સમસ્યા 1800 ના દાયકાથી ચાલી રહી છે, જ્યારે ઓટોમોબાઈલની શોધ પણ થઈ ન હતી. તે સમય દરમિયાન, લંડનની શેરીઓ રાહદારીઓ અને ઘોડા-ગાડીઓથી ભરેલી હતી. ધ ગાર્ડિયનએ એક સંશોધન શેર કર્યું હતું, જે મુજબ આધુનિક ટ્રાફિક લાઇટ એ અમેરિકન શોધ છે. જેની સ્થાપના 1914 માં ક્લીવલેન્ડમાં થઈ હતી. બ્રિટનમાં તેમને પહેલીવાર 1868 માં લગાવવામાં આવ્યા હતા, પરંતુ તે સમયે રસ્તાઓ પર આજની જેમ ભીડ નહોતી. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે આની જરૂર કોને અને શા માટે લાગી હતી.

આફ્રિકન-અમેરિકન વૈજ્ઞાનિક ગેરેટ મોર્ગને 1923 માં ઇલેક્ટ્રિક ટ્રાફિક સિગ્નલની શોધ કરી હતી.રોડ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે તમારે ઘણા ટ્રાફિક સિગ્નલોમાંથી પસાર થવું પડે છે. તેમના લાલ, લીલો અને પીળો રંગ સમયાંતરે બદલાતા રહે છે અને તેનો ઉપયોગ ટ્રાફિકના નિયમો અનુસાર કરવામાં આવે છે. તમે રસ્તા પર ચાલતી વખતે ઘણા પ્રકારના ટ્રાફિક ચિહ્નો જોયા હશે, આ સિવાય તમે ટ્રાફિક સિગ્નલ લાઇટ્સ પણ જોઈ હશે. તમને એ પણ ખબર હશે કે વાહનોની વધતી સંખ્યાને નિયંત્રિત કરવા માટે આ ટ્રાફિક લાઇટ્સ પણ કેટલી મહત્વપૂર્ણ છે. આજે જ્યાં જુઓ ત્યાં ટ્રાફિક સમસ્યા જોવા મળે છે. લોકો પાસે વાહનોનો વધારો દિનપ્રતિદિન વધતા શહેર કે ગામમાં આ સમસ્યા હવે સરદર્દ બની ગઇ છે. ટ્રાફિક જામ જેવી વિવિધ સમસ્યાના ઉકેલ માટે વિવિધ આયોજનો થઇ રહ્યા છે, ત્યારે વિશ્ર્વમાં પ્રથમ 1912 માં આ સમસ્યા નિવારવા પગલા લેવાયા હતા ને તેની યાદમાં આજે ટ્રાફિક લાઇટ ડેની વિશ્વભરમાં ઉજવણી થઇ રહી છે.

તમે ગમે ત્યાં જતા હો તો તમને ટ્રાફિક સિગ્નલ વચ્ચે આવે જ ને આ સમસ્યા સીધી વસ્તી વધારા સાથે સંબંધ ધરાવે છે. વાહનોમાં ડીમ-ફૂલ લાઇટ સાથે ટ્રાફિક સિગ્નલની નિયંત્રણ વ્યવસ્થા સૌએ અકસ્માત નિવારવા માનવી જ પડે છે, અન્યથા દંડ ભરવા તૈયાર રહેવું પડે છે. 1912 માં સેલ્ક લેક સીટીમાં લાલ અને લીલી લાઇટ લાકડાનાં બોક્સમાં રાખીને ટ્રાફિક નિયમનનો પ્રયોગ કર્યો હતો. 1868 માં પણ લંડનમાં ટ્રાફિક ઉપકરણથી ક્યારે રોકાવું અને ક્યારે સાવચેતી રાખવી તે જાણવામાં લોકોને જાગૃત્તિ કરવામાં આવી હતી. સાયકલ સવારો, ઘોડે સ્વારો અને સ્ટ્રીટ કારને રસ્તા પર સુરક્ષિત પરિવહન કરાવાયું હતું. 1950 ના દશકામાં કોમ્પ્યૂટરથી નિયંત્રણ શરૂ થયું.

ટ્રાફિક સિગ્નલ એ રસ્તા પર વાહનો અને રાહદારીઓના પ્રવાહને નિયંત્રિત કરવા માટેનું એક ઉપકરણ છે. તેના મુખ્ય ત્રણ રંગો છે, જેમાં લાલ રંગ વાહનોને થોભવા માટેનો સંકેત આપે છે. પીળો રંગ વાહનચાલકોને ધીમા પડવા અને સિગ્નલ બદલવાની તૈયારી કરવા માટે ચેતવણી આપે છે, જ્યારે લીલો રંગ વાહનોને ચાલવા અને આગળ વધવાની મંજૂરી આપે છે. ટ્રાફિક સિગ્નલનું પાલન ન કરવાથી દંડ થઈ શકે છે અને અકસ્માતનું જોખમ પણ વધી શકે છે. સિગ્નલ ઉપરાંત, ટ્રાફિક પોલીસ દ્વારા હાથના સિગ્નલો પણ આપવામાં આવે છે જેનું પાલન કરવું જરૂરી છે.

ભારતમાં સૌથી ગીચ શહેરોમાં બેંગલુરૂ, મુંબઇ, પુના અને નવી દિલ્હીનો સમાવેશ

વિશ્ર્વના સૌથી ભીડવાળા શહેરોમાં મનિલા, બોગોટા, લિમા, મોસ્કો, ઇસ્તંબુલ અને જકાર્તા જેવા શહેરોનો સમાવેશ થાય છે તો આપણા ભારતમાં સૌથી વધુ ગીચ શહેરોમાં બેંગલુરૂ, મુંબઇ, પુના અને નવી દિલ્હીનો સમાવેશ થાય છે. આજનો દિવસ ટ્રાફિક લાઇટ કેવી રીતે કામ કરે છે તે તમારા બાળકોને શિખવવાનો છે. લીલા અને લાલ રંગનો અર્થ શું તે દરેક નાગરિકને ખબર હોવી જોઇએ. દરેક માનવીને બહાર કે ઘરે જવાના માર્ગમાં કેટલીય ટ્રાફિક લાઇટનો સામનો કરવો પડે છે.દરેક માં બાપે સંતાનોને ટ્રાફિક સેન્સની સમજ આપવી જોઈએ.

બ્રિટનમાં 1868માં પ્રથમ ટ્રાફિક સિગ્નલ લગાવવામાં આવ્યા હતા, જ્યારે ભારતમાં 1953માં ચેન્નાઈ શહેરથી શરૂઆત થઇ હતી.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: AbTak