આદિપુર બે કારમાંથી શરાબની 230 બોટલ સાથે બે બુટલેગર ઝડપાયા
ગાંધીધામ નજીક કચ્છ હાઇવે પર ટ્રાન્સપોર્ટ માંથી અને ટ્રાવેલ્સમાં પાર્સલમાંથી બિયરના 144 ટીન, શરાબની 12 બોટલ અને મોબાઈલ સાથે બે શખ્સોને અને આદિપુરમાં શિયાણ વિસ્તારમાંથી બે અલગ અલગ કારમાંથી વિદેશી દારૂની 230 બોટલ મળી રૂ.8.82 લાખના મુદ્દા માલ સાથે બે બુટલેગરને પોલીસે ઝડપી પાડ્યા છે.
જિલ્લામાં દારૂ અને જુગાર સહિતની બદીઓ નાબૂદ કરવા કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારે આપેલી સૂચનાના પગલે આદિપુર પીઆઇ એમ સી વાળાની ટીમને બાતમી મળી હતી કે, શિયાણ વિસ્તાર સ્કોડા કાર અને ક્વિડ ધર્મ વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી છે. બાતમીના પગલે આદિપુર પોલીસની ટીમ હાઇવે પર વોચમાં ગોઠવાઈ ગઈ હતી. જેવી માહિતી મળેલી બંને કાર પસાર થતાં તેને અટકાવી તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની કુલ 230 બોટલ મળી આવી હતી. પોલીસે શરાબ નો જથ્થો અને બે કાર મળી રૂ.8.82 લાખના મુદ્દામાલ સાથે અંતરજાળના મિતરાજ સિંહે કિરીટ સિંહ જાડેજા અને મેઘપર બોરીચીના નટુ પ્રહલાદભાઈ ઠાકોર નામના શખ્સોને ઝડપી લીધા છે. ઝડપાયેલા શખ્સોની પૂછપરછ કરતા તેની સાથે સૂચિત અગ્રવાલ સંડોવાયો હોવાની કબુલાત આપી છે. દરોડા ની કામગીરી પીઆઈ એમ સી વાળા અને પીએસઆઇ આર એમ દુવાની ટીમે કરી છે.
જ્યારે વિદેશી દારૂનું બીજો દરોડો બાતમીના પગલે કચ્છ હાઇવે પર આવેલા ટ્રાન્સપોર્ટ માંથી શરાબની 12 બોટલ સાથે ગાંધીધામના પપ્પુ રામ ઘેવર રામ મેઘવાળ અને કાનજી ઉર્ફે કાનો ડાહ્યાભાઈ સુંધા નામના બુટલે ગોરોને ઝડપી લીધા છે. ઝડપાયેલા શખ્સોને પોલીસે આકરી પૂછપરછના આધારે જોધપુર થી જાખર ટ્રાવેલ્સમાં મંગાવેલા બિયરના 144 ટીન ઝડપી લઇ ,સપ્લાયર જોધપુરના મનોહર સિંગ પ્રેમસિંગ ભાટીની શોધ ખોળ હાથ ધરી છે. આ દરોડા ની કામગીરી બી ડિવિઝન પી.આઈ એસવી ગોજીયા, પીએસઆઇ એલ એન વાઢીયા અને તેમની ટીમે બજાવી છે.

