Dailyhunt
ઉપલેટા: નવા પીઆઇ ધાંધલે ચાર્જ સંભાળ્યો, નગરસેવકોએ આવકાર્યા

ઉપલેટા: નવા પીઆઇ ધાંધલે ચાર્જ સંભાળ્યો, નગરસેવકોએ આવકાર્યા

અબતક 3 weeks ago

રાજકોટ જિલ્લા પોલીસ વડા દ્વારા કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાનમાં લઇ પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલી કરતા ઉપલેટાના નવા પીઆઇ ધાંધલે ગઇ કાલે સવારે ચાર્જ સંભાળ્યો હતો. નગરસેવકોએ તેમને આવકાર્યા હતા.

ઉપલેટાના પીઆઇ ભાવેશ પટેલની ધોરાજી બદલી થતા તેમના સ્થાને જુનાગઢ પીટીસી ટ્રેનિંગમાં ફરજ બજાવતા કાર્યદક્ષ અધિકારી એચ.એમ.ધાંધલને મુકતા ગઇકાલે સવારે નવા પીઆઇ એચ.એમ.ધાંધલે ચાર્જ સંભાળી લીધો હતો.

ધાંધલ અગાઉ ભાયાવદરમાં પીએસઆઇ તરીકે અને ઉપલેટામાં પણ ફરજ બજાવી ચુક્યા છે. ગુનેગારો ઉપર ખાસી એવી પકડ ધરાવતા અધિકારીઓમાં તેમની ગણના થાય છે. નવ નિયુક્ત પીઆઇને આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા સરળતાથી જળવાઇ રહે તે પડકાર સમાન છે. ગઇકાલે હાજર થયેલ પીઆઇ ધાંધલે ઉપલેટા નગરપાલિકા શાસન પક્ષના નેતા અશ્ર્વિનભાઇ લાડાણી, નગરસેવકો અજયભાઇ જાગાણી જાગૃત્ત નગરસેવક અનિશભાઇ રાણાએ આવકારવ્યા હતા.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: AbTak