menu
અબતકટેક્નોલોજી

વ્હોટ્સએપથી કંટાળ્યા છો ? તો ડીલીટ થયા વગર ગુમ થઈ શકાય છે !!!

10 July 2019, 4:17 am

વ્હોટ્સએપ, ફેસબુક, ટ્વીટર કે શેયરચેટ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાંથી લોગઆઉટ કર્યા વગર સેટીંગ્સ દ્વારા અદ્રશ્ય રહેવું શકય છે

વોટ્સએપ, ટ્વીટર, ફેસબુક કે સ્નેપચેટ જેવી સોશ્યલ મીડિયા સાઈટથી ક્યારેક એટલા બધા કંટાળી કે થાકી જવાય છે કે તેનો ઉપયોગ કરવાની પણ ઈચ્છા થતી નીથી અને લોગઆઉટ થવું કે એપ ડીલીટ કરવી પણ ગમતી નથી. આવા સંજોગોમાં એપને ડીલીટ કર્યા વગર ઈનવીઝીબલ થઈ શકાય છે. જો તમે વ્હોટ્સએપથી કંટાળી ગયા છો તો ડીલીટ કર્યા વગર ગુમ થઈ શકાય છે. હવે દરેક વખતે વ્હોટ્સએપ કાઢી નાખવું અને ફરીથી ઈન્સ્ટોલ કરવું શકય નીથી

આવા સંજોગોમાં ભલે તમે બ્લુ ટિક રીડ રિસિટ્સ બંધ કરી દીધી હોય કે નહીં પરંતુ તમને જે મેસેજ મોકલે છે તેને એવું જ હોય છે કે તમે તેનો મેસેજ વાંચ્યો છે અને તમે વ્હોટ્સએપ ખોલો ત્યારે તમે ઓનલાઈન છો તેવું તમારા કોન્ટેકટમાં દર્શાવાય છે.

Loading...

No Internet connection

Link Copied