માળીયા(મી) પોલીસે ડીસન્ટ હોટલના ગ્રાઉન્ડમાં દરોડો પાડી દારૂની 700 બોટલ અને વાહન મળી રૂા. 34.21 લાખનો મુદ્દામાલ કબ્જે: ચાલક ફરાર
માળીયા(મી) પોલીસે બાતમીના આધારે વિદરકા ગામ નજીક ડીસન્ટ હોટલના ગ્રાઉન્ડમાં દરોડો પાડ્યો હતો. જ્યાં ગ્રાઉન્ડમાં ઉભેલ ટ્રક ટ્રેઇલરની તલાસી લેતા માટીની આડમાં છુપાવેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
આ સાથે માળીયા(મી) પોલીસે વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની 700 નાની-મોટી બોટલ અને ચપલા તેમજ ટ્રક સહિત કુલ રૂ.34.21 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો, જ્યારે ટ્રક ચાલક ટ્રક રેઢો મૂકીને સ્થળ પરથી નાસી ગયો હતો.
માળીયા(મી) પોલીસ મથકના પીઆઈ આર.એસ. પટેલની સૂચના હેઠળ પીએસઆઈ આર.પી. જાડેજા તથા ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે મોરબી-કચ્છ નેશનલ હાઇવે પર વિદરકા ગામના પાટિયા પાસે આવેલી ડીસન્ટ હોટલના ગ્રાઉન્ડમાં ઉભેલી ટાટા ટ્રક ટ્રેઇલર નં. આરજે-19-જીઈ-9114માં વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા ટ્રકનો ચાલક ટ્રક મૂકીને નાસી ગયો હતો. ત્યારે ટ્રકની તલાસી દરમિયાન માટીની આડમાં છુપાવેલો વિવિધ બ્રાન્ડનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે 750મીલી.ની 468 બોટલ તથા 232 ચપલા મળી કુલ 700 નંગ કિ.રૂ.4,21,296/- દારૂનો જથ્થો તથા ટ્રક ટ્રેઇલર કિ.રૂ.30 લાખ મળી કુલ રૂ.34,21,296/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. માળીયા(મી) પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર આરોપી ટ્રક ચાલકને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.આ સમગ્ર કામગીરીમાં પીઆઈ આર.એસ. પટેલ, પીએસઆઈ આર.પી. જાડેજા તથા સર્વેલન્સ સ્ટાફના એએસઆઈ પંકજભાઈ નાગલા, એચસી કલ્પેશભાઈ ગાંભવા, પીસી ઉપેન્દ્રસિંહ પરમાર, રાજદીપસિંહ ઝાલા, તુષારભાઈ કણઝરીયા અને પો.હેડ કોન્સ્ટેબલ સુભાષભાઈ જીલરીયા સહિતનો સ્ટાફ જોડાયો હતો.

