Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
વિધર્મી પ્રેમી અસલમ, પત્ની ઝરીના ઉર્ફે ભૂકંપ અને સાસુ સામે મરવા મજબુર કર્યાનો ગુનો

વિધર્મી પ્રેમી અસલમ, પત્ની ઝરીના ઉર્ફે ભૂકંપ અને સાસુ સામે મરવા મજબુર કર્યાનો ગુનો

અબતક 3 months ago

તને અસલમ સાથે તો નહિ જ રહેવા દઈએ, જિંદગી બરબાદ કરી નાખીશું કહી અસલમની સાસુ ગુડીબેન ધમકી આપતી : પત્ની ઝરીના બદસુરત બનાવી દેવાનું કહી ધમકાવતી

પરિણીત પ્રેમી પૈસા પડાવવા મારકૂટ કરતો, ગળેટુંપો આપી હત્યાનો પણ પ્રયાસ કર્યો'તો

પ્રેમી અને તેના પરિજનોના ત્રાસથી કંટાળી નંદિનીએ આગમન રેસિડેન્સીના ફ્લેટમાં અંતિમ પગલું ભરી લીધું 'તું: તાલુકા પોલીસે આરોપીને સકંજામાં લેવાં તજવીજ આદરી

જેતપુરની આપ કાર્યકર નંદીની બોસમીયા આપઘાત કેસમાં અંતે વિધર્મી પ્રેમી અસલમ સમા, તેની પત્ની ઝરીના ઉર્ફે ભૂકંપ અને સાસુ ગુડિબેન વિરુદ્ધ મરવા મજબુર કર્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. રાજકોટમાં રહેતી નંદીનીને ત્રણેય લોકોએ અમાનુષી ત્રાસ આપતાં અંતે જીવનનો અંત આણી દીધો હતો.

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર જેતપુરના નવાગઢ ગામે દશામાંના મંદીર પાસે રહેતાં આનંદભાઇ વજુભાઇ બોસમીયા (ઉ.વ.46) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અસલમ સમા, ઝરીના ઉર્ફે ભૂકંપ અને ગુડી (રહે. ત્રણેય રાજકોટ) નું નામ આપતાં તાલુકા પોલીસે મરવા મજબુર કર્યાની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.

વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તે સાગની પટ્ટીનો વેપાર ધંધો કરે છે. પરિવારમા પત્ની રહેમતબેન જે ઘરકામ કરે છે, તથા સંતાનમા બે દિકરી તથા એક દિકરો છે, જેમા સૌથી મોટી દિકરી નંદીની (ઉ.વ.23) તેનાથી નાની દિકરી રૂપલ (ઉ.વ.21) અને નાનો દિકરો મેહુલ (ઉ.વ.19) છે. મોટી દિકરી નંદનીએ નવ મહિના પહેલા અસ્લમ હુશેન સમા સાથે મૈત્રીકરાર કરી જુનાગઢ તથા રાજકોટ રહેતી હતી.

ચારેક માસ પહેલા નાની દિકરી રૂપલએ જણાવેલ કે, નંદિની જેની સાથે રહે છે, તે અસ્લમની સાસુ જે ગુડીબેન તરીકે ઓળખીએ છીએ તેનો ફોન આવેલ કે, તારી મોટી બહેન નંદિનીને કહિ દેજે કે અમે તેને અસ્લમ સાથે તો નહી જ જીવવા દઈએ અને અમે અસ્લમને કાઈ નહિ કરીએ પણ નંદિનીની જીંદગી બરબાદ કરી નાખશુ અને આ અસ્લમની પત્ની ઝરીના ઉર્ફે ભુકંપનો ફોન આવેલ કે, નંદિનીને કહી દેજે કે, હુ તેને બદસુરત કરી નાખીશ અને અસ્લમ સાથે સુખેથી જીવવા નહી દઉં તેવી ધમકી આપતી હતી. તેમ રૂપલએ વાત કરેલ હતી.

બાદ એકાદ મહિના પહેલા ફરીયાદીને પત્નીએ જણાવેલ કે, આપણી દિકરી નંદિનીનો ફોન આવેલ કે, અસ્લમ સમાની પત્ની જે રિસામણે જતી રહેલ હતી, તે ઘરે પરત આવી ગયેલ હોય જેથી અસ્લમ તારૂ કાય કામ નથી, મારી પત્ની આવી ગયેલ છે તેમ કહી હેરાન કરે છે તથા મને માર મારી ગાળો આપી કહે છે કે, તું પરત તારા મા-બા5 ના ઘરે જતી રહે. તેમજ મને અસ્લમનો ફોન આવતો હોય જેમા અસ્લમ પણ નંદિનીને મુકી જવાનુ કહેતો હોય છે.

તેમજ જ્યારથી અસ્લમ તથા નંદીની રાજકોટ રહેવા આવેલ હતાં. તે દરમિયાન તેઓ અને નંદીની ફોનમા તથા રૂબરૂ ભેગા થતા ત્યારે આ નંદીની વાત કરતી કે, અસ્લમ સમા મને છેલ્લા ત્રણેક મહિનાથી ખોટી રીતે હેરાન કરે છે અને મને તમારી સાથે વાત કરવાની તથા મળવાની પણ ના પાડે છે, મારી સાથે ખોટી રીતે ઝધડો કરી મને માર મારે છે અને મારી પાસે પૈસાની માંગણી કરે છે. અસ્લમએ મારી સોનાની ચેઇન બેંકમા ગીરવે મુકી પૈસા લઈ લીધેલ હોય તેમ છતા મારી પાસે અવાર નવાર પૈસાની માંગણી કરે છે. જેથી આ અસ્લમ આપણી દિકરી નંદિનીને હેરાન ન કરે જે માટે હુ તેને થોડા થોડા પૈસા પણ મોકલતી હતી તેવી વાત કરેલ હતી.

બાદ ગઈ તા.21 ના રોજ ફરીયાદી કામ પરથી ઘરે ગયેલ ત્યારે પત્નીએ વાત કરેલ કે, નંદીનીનો મને ફોન આવેલ અને કહેતી હતી કે, અસ્લમએ તેની પત્ની રિસામણેથી પરત આવી ગયેલ હોય અને મારી કોઇ જરૂર ન હોય જેથી અસ્લમ મને મુકી તેની પત્ની પાસે જતો રહેલ છે અને હુ આવતીકાલે તમારા ઘરે આવતી રહિશ તેમ વાત કરેલ હતી.

બાદ ગઈ તા.22 ના તેઓ જેતપુર હતો ત્યારે દિકરી રૂપલનો મને ફોન આવેલ કે, નંદિનીએ ગળેફાસો ખાઇ લીધેલ છે અને તેને હોસ્પિટલ લઈ જાય છે અને આપણે રાજકોટ જવાનુ છે તેમ કહેતા તેઓ ઘરે ગયેલ અને દિકરી રૂપલ સાથે રાજકોટ નંદિની જ્યા રહેતી હોય ત્યા ગયેલ ત્યાં નીચે મિત્ર ઉમંગ ઉર્ફે રવી રાજેશભાઇ જોશી તથા 108 એમ્બ્યુલન્સ હાજર હોય અને પોલીસ આવી જતા પોલીસ સાથે દિકરી નંદીની જે ફ્લેટમા રહેતી હતી ત્યા ગયેલ તો દિકરી નંદીની ખાટલા ઉપર સુતેલ હતી અને 108 ના તબીબોએ જાણ કરેલ કે, દિકરીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.

દિકરીની લાશને પોસ્ટમાર્ટમ માટે સરકારી હોસ્પિટલ લઈ ગયેલ જ્યા ઉમંગ ઉર્ફે રવીએ વાત કરેલ કે, ગઈ કાલે રાત્રે નંદીની ઘરે આવેલ અને વાત કરેલ કે, આ અસ્લમ મને ખુબ જ હેરાન કરી મારે પણ છે અને મારી પાસે પૈસાની માંગણી કરતો હોય જેથી હુ મારા મમ્મી પાસેથી પૈસા લઈ તેને આપુ છુ અને આજે તો આ અસ્લમએ પૈસાની માંગણી કરતા તેને ના પાડતા તેણે મારૂ ગળુ દબાવી મને માર મારેલ હતો. બાદ નંદિની મારા ઘરે રોકાયેલ હતી અને બીજા દિવસે બપોરના સમયે આ અસ્લમના માસીના દિકરા સાહિદનો નંદીની પર ફોન આવેલ અને નંદિનીને પોતાના ઘરે અસ્લમ સાથે મળવા બોલાવેલ હોય જેથી હુ નંદિનીને સાંજના સમયે જંગલેશ્વર સાહીદના ઘરે મુકવા પણ ગયેલ હતો. જે બાદ તેમને ઘરે આવી અંતિમ પગલું ભરી લીધું હતું.બનાવ અંગેની ફરીયાદ પરથી તાલુકા પોલીસે ગુનો નોંધી પીએસઆઇ એચ.એમ.મહારાજ અને ટીમે આરોપીને પકડવા તજવીજ આદરી હતી.

અસલમની પત્ની અને સાસુએ છરી વડે હુમલો પણ કર્યો'તો

નંદિની બોસમીયા જૂનાગઢની એક ફાર્મા કંપની સાથે એમ.આર. તરીકે જોડાઈ હતી. જેથી તે ગયા વર્ષે જુનાગઢ રહેવા માટે ગઈ હતી. પ્રથમ તે મધુરમ વિસ્તારમાં ફ્લેટમાં રહેતી હતી, જે ફ્લેટ અસલમ સમાનો હતો. જેથી તે બંને પરિચયમાં આવ્યા હતા. જે બાદ તે ત્યાં સામે એક મકાન ભાડે રાખી પણ રહેતી હતી. પરંતુ બંને વચ્ચે થયેલ પરિચય પ્રેમમાં પરિણમ્યો હતો અને શરૂઆતમાં બંને જૂનાગઢમાં જ સાથે રહેતા હતા.ત્યારે અસલમની પત્ની અને સાસુને જાણ થતા નંદની પર છરીથી હુમલો કર્યો હતો, જે મામલે સી. ડિવિઝન પોલીસ મથકમાં ગુનો પણ નોંધાયો હતો. જે બાદ બંને રાજકોટ રહેવા આવતા રહ્યા હતા. પ્રથમ જંગલેશ્વર વિસ્તારમાં રહ્યા બાદ બંનેએ પરીન ફર્નિચર પાછળ આગમન રેસીડેન્સીમાં ફ્લેટ ભાડે રાખી રહેવા લાગ્યા હોવાનું નંદનીના પિતાએ જણાવ્યું હતું.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: AbTak