અબતક
અબતક

વીજ બિલ મળે કે ન મળે તા.૩૦ સુધીમાં ફરજીયાત ભરવું જ પડશે !!

વીજ બિલ મળે કે ન મળે તા.૩૦ સુધીમાં ફરજીયાત ભરવું જ પડશે !!
  • 850d
  • 1.4k shares

બિલ ન મળવાના કિસ્સામાં વીજ ગ્રાહકો ઓનલાઈન અથવા પેટા વિભાગીય કચેરીએ બિલની રકમ જાણી શકશે : તા.૩૦ બાદ બિલ ભરશો તો પેનલ્ટી લાગશે

હવે વિજબીલ મળે કે ન મળે ફરજીયાત પણે બીલની રકમ તા.૩૦ સુધીના ગ્રાહકોએ ભરવી જ પડશે. બિલ ન મળવાના કિસ્સામાં ગ્રાહકોએ ઓનલાઇન અથવા પેટાવિભાગીય કચેરીએથી બીલની રકમ જાણવાની રહેશે તેવી પીજીવીસીએલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

કોવિડ- ૧૯ મહામારીના કારણે સરકારના આદેશ અનુસાર પીજીવીસીએલ દ્વારા તા.૧ માર્ચથી ૩૦ એપ્રિલ સુધીમાં બનેલા બીલના નાણા તા.૩૦ મે સુધીમાં ભરવાની છૂટ આપવામાં આવી છે. આ પ્રકારના બિલ ઉપર કોઈ પણ પ્રકારના વીલંબિત ચાર્જ વસૂલવા કે વીજ પ્રવાહ બંધ કરવાની કાર્યવાહી ન કરવા પીજીવીસીએલે જાહેર કર્યું હતું.

No Internet connection

Link Copied