Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
વિમેન્સ પ્રીમિયમ લીગની હરાજીમાં સોફી મોલિનોક્સ રૂ.1.1 કરોડમાં વેચાઈ

વિમેન્સ પ્રીમિયમ લીગની હરાજીમાં સોફી મોલિનોક્સ રૂ.1.1 કરોડમાં વેચાઈ

અબતક 19 hrs ago

યુપી વોરિયર્સે ગ્રેસ હેરીસ અને ભારતની ઓલરાઉન્ડર સ્નેહ રાણાને 30-30 લાખ રૂપિયાની કિંમતે ખરીદી, દિલ્હી કેપિટલ્સે આક્રમક બેટર કિરણ નવવગરેને 75 લાખ રૂપિયામાં ટીમમાં સામેલ કરી

બીસીસીઆઈની વિમેન્સ પ્રીમિયર લીગની ટી20 ક્રિકેટ લીગની 2027ની સિઝન માટે યોજાયેલી હરાજીમાં યૂપી વોરિયર્સે ઓસ્ટ્રેલિયાની કેપ્ટન સોફી મોલિનોક્સને 1.1 કરોડ રૂૂપિયામાં ખરીદી લીધી હતી.

આ ઉપરાંત વોરિયર્સે ગ્રેસ હેરીસ અને ભારતની ઓલરાઉન્ડર સ્નેહ રાણાને 30-30 લાખ રૂૂપિયાની કિંમતે ખરીદી હતી.

દિલ્હી કેપિટલ્સે આક્રમક બેટર કિરણ નવવગરેને 75 લાખ રૂૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કરી હતી. નવગિરેને ખરીદવા માટે બે વખતની વિમેન્સ પ્રીમિયમ લીગ વિજેતા મુંબઈ ઈન્ડિયન્સે પણ બોલી લગાવી હતી. ગયા વર્ષે સ્પેશિયાલિસ્ટ વિકેટકીપર નહીં ધરાવતી આ ફ્રેન્ચાઈઝીએ ભારતની ભૂતપૂર્વ વિકેટકીપર સુષ્મા વર્માને પણ 30 લાખ રૂૂપિયામાં ખરીદી હતી. આમ બુધવારની હરાજીમાં યૂપી વોરિયર્સ છવાઈ ગયું હતું. વોરિયર્સે ઓસ્ટ્રેલિયાની અનુભવી ઓલરાઉન્ડર ગ્રેસ હેરીસ પર સફળ બોલી લગાવીને પોતાની ટીમને વધુ મજબૂત બનાવી હતી. બીજી તરફ ગુજરાત જાયન્ટ્સે ભારતની યુવા બેટર જી. કમાલિનીને 40 લાખ રૂૂપિયામાં ખરીદી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગલોરે પણ મોડેથી ખાતું ખોલાવ્યું હતું અને જેસ જાનેસનને 40 લાખ રૂૂપિયાની કિંમતે પોતાની ટીમમાં સામેલ કરી હતી.શરૂૂઆતમાં ઓક્શનમાં ઉતરતી વખતે સ્પિન બોલર અને ઓસ્ટ્રેલિયન કેપ્ટન મોલિનોક્સની બેઝ પ્રાઈસ 50 લાખ રૂૂપિયા હતી પરંતુ તેને તેના કરતાં બમણી રકમ મળી હતી. મુંબઈ ઇન્ડિયન્સે વિમેન્સ પ્રીમિયમ લીગ 2027 પહેલા ઓક્શનની પ્રથમ ખરીદી તરીકે દિશા કાસટને દસ લાખની બેઝ પ્રાઈસ પર પોતાની સાથે જોડી હતી. ભારતની ભારતીય ફાસ્ટ બોલર તિતાસ સાધૂ ઓક્શનના પ્રથમ રાઉન્ડમાં અનસોલ્ડ (વેચાયા વગરની) રહી હતી, જ્યારે મુંબઈ ઈન્ડિયન્સની પૂર્વ સ્પિનર સાયકા ઈશાકની પણ એવી જ સ્થિતિ થઈ હતી.

ટી20 ક્રિકેટમાં બહેતર સ્ટ્રાઈક-રેટ નહીં ધરાવતી વિકેટકીપર બેટર તાનિયા ભાટીયા અને યુવા સ્ટમ્પર ઉમા છેત્રીમાં પણ કોઈ ટીમે રસ દાખવ્યો ન હતો. ઇંગ્લેન્ડની ટોપ-ઓર્ડર બેટર સોફિયા ડંકલી આ વખતે વણવેચાયેલી રહી હતી. તે અગાઉ ગુજરાત જાયન્ટ્સ તરફથી રમી ચૂકી છે. ભારતની ઝડપી બોલર તિતસ સાધુ હરાજીના પ્રથમ રાઉન્ડમાં અણવેચાયેલી સ્પિનર સાઈકા ઈશાકની પણ એવી જ સ્થિતિ રહી હતી, જ્યારે મુંબઈ ઈન્ડિયન્સની ભૂતપૂર્વ થઈ હતી. વિકેટકીપર-બે વખતની ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ હરાજી દરમિયાન ઓસ્ટ્રેલિયાની ઓલરાઉન્ડર જેસ જોનાસેનને 40 લાખમાં પોતાની સાથે જોડવા માટે મોડી બોલી લગાવી હતી. ઉલ્લેખનીય છે નોંધનીય છે કે જોનાસેન નિતંબની ઈજાને કારણે વિમેન્સ બિગ બેસ લીગમાં રમી રહી નથી, પરંતુ વિમેન્સ પ્રીમિયમ લીગ શરૂૂ થાય ત્યાં સુધીમાં તે ફિટ થઈ જશે તેવી આશા છે. યૂપી વોરિયર્સે હરાજીમાં સ્કોટલેન્ડની ઓલરાઉન્ડર કેથરિન બ્રાઈસને દસ લાખ રૂૂપિયામાં ટીમમાં સામેલ કરી હતી. તે હરાજીમાં વેચાનારી એસોસિએટ દેશની પ્રથમ ખેલાડી બની હતી.

દિલ્હી કેપિટલ્સે સ્કોટલેન્ડની લેફ્ટ-આર્મ સ્પિનર કિરસ્ટી ગોર્ડનને દસ લાખમાં અને 15 વર્ષીય ઓલરાઉન્ડર ઉમા કાશ્ર્વીને પણ એટલી જ રકમમાં પોતાની ટીમમાં સામેલ કરી હતી. આ પહેલાં, ગુજરાત જાયન્ટ્સે આયર્લેન્ડની ઓલરાઉન્ડર ઓર્લા પ્રેન્ડરગાસ્ટને 30 લાખની કિંમતે પોતાની ટીમમાં ઉમેરી હતી.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: AbTak