અકિલા ન્યૂઝ
અકિલા ન્યૂઝ

અમદાવાદ શાહીબાગ વિસ્તારમાં ભરબપોરે ઘરમાં ઘૂસી મહિલાની આંખમાં સ્પ્રે નાંખીને લૂંટનો પ્રયાસ

અમદાવાદ શાહીબાગ વિસ્તારમાં ભરબપોરે ઘરમાં ઘૂસી મહિલાની આંખમાં સ્પ્રે નાંખીને લૂંટનો પ્રયાસ
 • 39d
 • 0 views
 • 4 shares

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં રહેતી એક મહિલાના ઘરમાં ભર બપોરે બે યુવકોએ ઘૂસીને આંખમાં સ્પ્રે નાંખીની લૂંટવાનો પ્રયાસ કર્યો હતો . જો કે મહિલાએ બૂમાબૂમ કરતાં બન્ને લૂંટારાઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા .

અંગે પ્રાપ્ત વિગતો અનુસાર , શાહીબાગ વિસ્તારમાં ડિમ્પલ શાહ નામની મહિલા પોતાના પરિવાર સાથે રહે છે . મહિલાએ એક વર્ષ અગાઉ અમરાઈવાડી ખાતે રહેતા ધર્મેન્દ્ર થકી તેના મિત્ર જયદિપ પાસે ઘરનું ઈલેક્ટ્રિકનું કામ કરાવ્યું હતું .

બુધવારે બપોરે 2:30 વાગ્યાની આસપાસ ડિમ્પલબેન ઘરે સૂઈ રહ્યાં હતા , ત્યારે ધર્મેન્દ્ર આવ્યો હતો અને કહ્યું હતું કે , તમારા નળમાંથી પાણી ટપકતું હોવાથી તમારા પતિએ મને રિપેર કરવા મોકલ્યો છે . જેથી ધર્મેન્દ્ર અને તેની સાથે આવેલો અજાણ્યો શખ્સ ડિમ્પલબેનના રસોડામાં ગયા હતા . જ્યાં અજાણ્યા શખ્સે અચાનક ડિમ્પલબેનના માથાના વાળ ખેંચીને માર માર્યો હતો .

બીજી તરફ ધર્મેન્દ્રએ ડિમ્પલબેનની આંખમાં સ્પ્રે છાંટ્યું હતું . બન્ને શખ્સોએ ફરીથી ડિમ્પલબેનને ફટકારતા તેઓએ બૂમાબૂમ કરતાં બન્ને શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા હતા . મામલે ડિમ્બલબેને શાહીબાગ પોલીસ સ્ટેશનમાં બે જણા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે .

Dailyhunt

વધુ વાંચો
ABP અસ્મિતા

Work From Home હેઠળ ઘરેથી કામ કરનારા કર્મચારીઓના હિતોની રક્ષા માટે ભારત સરકાર બનાવશે કાયદો

Work From Home હેઠળ ઘરેથી કામ કરનારા કર્મચારીઓના હિતોની રક્ષા માટે ભારત સરકાર બનાવશે કાયદો
 • 10hr
 • 0 views
 • 6 shares

Work From Home: વર્ક ફ્રોમ હોમ ( Work From Home ) હેઠળ ઘરેથી કામ કરનારા કર્મચારીઓ ( Employees) માટે સરકાર એક વ્યાપક લીગલ ફ્રેમવર્ક બનાવવાની તૈયારીમાં છે જે ઘરેથી કામ કરનારા કર્મચારીઓ પ્રત્યે નોકરીદાતાઓની જવાબદારી વ્યાખ્યાયિત કરશે. વર્ક ફ્રોમ હોમ હેઠળ ઘરથી કામ કરનારા કર્મચારીઓને લઇને સરકાર એક લીગલ ફ્રેમવર્ક તૈયાર કરવા માંગે છે જેનાથી કર્મચારીઓની હિતોની રક્ષા કરી શકાય.

વધુ વાંચો
WATCH GUJARAT
WATCH GUJARAT

સુરતઃ લગ્નની લાઈટના કારણે ફ્લાઈટમાં સવાર 62 યાત્રીના જીવ તાળવે ચોંટ્યા, જાણો એવું તો શું બન્યું

સુરતઃ લગ્નની લાઈટના કારણે ફ્લાઈટમાં સવાર 62 યાત્રીના જીવ તાળવે ચોંટ્યા, જાણો એવું તો શું બન્યું
 • 19hr
 • 0 views
 • 73 shares

 • ડુમસમાં લગ્ન પ્રસંગના કારણે સુરત એરપોર્ટ પર મોટો અકસ્માત સર્જાતા અટક્યો હતો
 • લગ્ન પ્રસંગની લાઈટની ફ્લેશથી પાયલોટની આંખ અંજાતા ફ્લાઈટ લેન્ડ ન કરી શક્યો
 • લેન્ડ કરવામાં તકલીફ ઉભી થતા 45 મિનિટ સુધી ફ્લાઈટ હવામાં ફરતી રહી
 • પોલીસે લાઈટ બંધ કરાવતા લેન્ડિંગ થયું, 62 યાત્રીના શ્વાસ અધ્ધર

WatchGujarat.

વધુ વાંચો

No Internet connection