Thursday, 13 Aug, 12.41 am અકિલા ન્યૂઝ

હોમ પેજ
ભારતમાં કોરોનાનો હાહાકાર : અમેરિકા,બ્રાઝીલ અને મેક્સિકો બાદ મૃત્યુઆંકમાં વિશ્વમાં ચોથાક્રમે પહોંચ્યું

નવી દિલ્હીઃ કોવિડ-19ના ઝડપથી વધતા કેસો વચ્ચે ભારતમાં 47 હજારથી વધુ મોતની સાથે વિશ્વમાં ચોથા નંબર ઉપર પહોંચી ગયો છે. ભારતથી ઉપર અમેરિકા( 167,790 ) , બ્રાઝિલ (103,099) અને મેક્સિકો (53,929) છે. આ પહેલા ચોથા નંબર ઉપર બ્રિટન હતું. બ્રિટનમાં આ મહામારીના કારણે 46,628 લોકોએ જીવ ગુમાવ્યા હતા. હવે ભારત કોરોના મહામારીનું વૈશ્વિક કેન્દ્ર બની ચૂક્યું છે. દુનિયામાં રોજ સૌથી વધારે મામલા ભારતમાં સામે આવી રહ્યા છે. સંક્રમણની રફ્તારની સાથે ભારતમાં મોતની સંખ્યા ઝડપથી વધી રહી છે.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Akila News
Top