અકિલા ન્યૂઝ

513k Followers

એસ.ટી.બસ કંડકટરની ભરતીનું પરિણામ જાહેર : ૨,૩૮૯ ઉમેદવારો નિમણૂક પાત્ર

23 Dec 2021.10:49 AM

રાજકોટ,તા. ૨૩ : ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા લેવાયેલી કંડકટરોની ભરતી માટેની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે. ખાલી જગ્યા મુજબ ૨,૩૮૯ ઉમેદવારોને ગુણવતાના ધોરણે નિમણૂક આપવામાં આવશે. કુલ ૧,૩૫,૦૦૦ જેટલા ઉમેદવારો પૈકી ૨,૩૮૯ કંડકટર બનવા માટે લાયક કયાં છે. ૧૦ ટકા જેટલી પ્રતિક્ષા યાદી બનાવવામાં આવશે.

ડોકયુમેન્ટ વેરીફિકેશન સહિતની નિયમ અનુસારની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ નિમણૂકની આગળની કાર્યવાહી કરાશે. ૩૩ ટકા મહિલા અનામત મુજબ ૨,૩૮૯ પૈકી ૮૦૦ જેટલા મહિલા કંડકટરોને નિમણૂક આપવામાં આવશે. ધો. ૧૨ પાસની લાયકાત મુજબ અરજીઓ માંગવામાં આવેલ. પ્રથમ ૫ વર્ષ ફીકસ ૧૬ હજાર પગારની નોકરી કરવાની રહેશે. ત્યારબાદ પૂર્ણ પગાર મેળવવા પાત્ર બનશે. થોડા સમય પહેલા ૨૨૦૦ ડ્રાઇવરોની ભરતી કરવામાં આવેલ. નવા કંડકટરોને ડીવીઝન અને ડેપોની ફાળવણી મેરીટના ધોરણે કરવામાં આવશે. એસ.ટી.નિગમના એમ.ડી. શ્રી હર્ષદ પટેલની રાહબરીમાં ડ્રાઇવરો-કંડકટરોની ભરતી માટે પારદર્શક ધોરણે પરીક્ષા લેવાયેલ. ન્યાયિક ભરતી પ્રક્રિયા માટે પારદર્શક ધોરણે પરીક્ષા લેવાયેલ. ન્યાયિક ભરતી પ્રક્રિયા માટે એસ.ટી.ની ટીમને અભિનંદન મળી રહ્યા છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Akila News

#Hashtags