Monday, 13 Jul, 3.57 pm અકિલા ન્યૂઝ

હોમ પેજ
ગુજરાતમાં ૬૦ હજારથી વધુ એકમો દ્વારા અંદાજે ૧૮ લાખથી વધુ લોકોને પ્રત્યક્ષ રોજગારી ઉપલબ્ધઃ વિજયભાઇ રૂપાણી

રાજકોટ, તા.૧૩: રાજયમાં ઉદ્યોગોના વિકાસની સાથેસાથે પર્યાવરણના જતન માટે પણ રાજય સરકાર કટિબદ્ઘ છે. પર્યાવરણના ભોગે રાજયનો વિકાસશકય નથી. GIDCમાં ઉદ્યોગોના વપરાયેલા ગંદા પાણીના નિકાલ અને શુદ્ઘિકરણના બે ૪૦-૪૦ MLDના સી.ઈ.ટી.પી. પ્લાન્ટનાલોકાર્પણથી પર્યાવરણનું સાચા અર્થમાં રક્ષણ થશે. GIDC દ્વારા મોરબી જિલ્લાના છત્તરમાં નવી GIDCના સ્થાપનામાં સંપૂર્ણપારદર્શિતાથી ઓનલાઈન પ્લોટની ફાળવણી કરવામાં આવી છે. આ પ્રકારના પ્રયાસો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 'સ્વદેશી', 'મેઈક ઈન ઇન્ડિયા' અને 'આત્મનિર્ભર ભારત'ના અભિયાનને સાચા અર્થમાં બળ આપશે તેમ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારાગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC)ની ઉદ્યોગલક્ષી વિવિધ યોજનાઓના ઈ-લોકાર્પણ પ્રસંગે ગાંધીનગર ખાતેથી જણાવ્યું હતું.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આજે ગાંધીનગર ખાતેથી GIDCના ઉદ્યોગલક્ષી વિવિધ યોજનાઓનું ઈ-લોકાર્પણ કરવામાંઆવ્યું હતું. જેમાં દહેજ ખાતે રૂપિયા ૨૪૭ કરોડના ખર્ચે અને સાયખાના વસાહતો ખાતે રૂપિયા ૨૩૦ કરોડના ખર્ચે વિકસાવવામાં આવેલ૪૦-૪૦ એમ.એલ.ડી. ક્ષમતાના બે સંયુકત શુદ્ઘિકરણ પ્લાન્ટ (C.E.P.T.)નું ઈ-લોકાર્પણ કરાયું હતું. આ ઉપરાંત મોરબી જિલ્લાના ટંકારાતાલુકાના છત્ત્।ર-મીતાણા ખાતે સ્થાપવામાં આવેલા ઔદ્યોગિક વસાહતમાં ૧૨૭ પ્લોટ ફાળવણીનો ઓનલાઈન ડ્રો તેમજ ખોરજ GIDC ખાતે મે. ડાઈસેલ સેફ્ટી સિસ્ટમ્સ ઇન્ડિયા પ્રા. લિ.ને પ્લોટ ફાળવણી પત્ર સુપરત કરવામાં આવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, રાજય સરકારની ઉદ્યોગલક્ષી નીતિના પરિણામે જ આજે વિશ્વકક્ષાની પ્રતિષ્ઠિત કંપનીઓ ગુજરાતમાં રોકાણકરી રહી છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વર્ષ ૨૦૦૧થી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શાસનધૂરા સંભાળી ત્યારથી ગુજરાત વાયબ્રન્ટ બન્યું છે, ગુજરાત વિકસીત બન્યું છે, ગુજરાતની વૈશ્વિક ક્ષેત્રે અલગ ઓળખ ઊભી થઈ છે. તેને આપણે આજે આગળ વધારી રહ્યા છીએ.

કેન્દ્ર અને ગુજરાત સરકારની ઉદ્યોગલક્ષી નીતિને પરિણામે ગત વર્ષે ગુજરાતમાં FDIમાં ૨૪૦ ટકાનો વધારો નોંધાયો છે. એટલે સમગ્રદેશમાં ૮૦ ટકામાં ગુજરાત જયારે ૨૦ ટકામાં અન્ય રાજયોમાં. રોકાણના બેસ્ટ ડેસ્ટિનેશનને કારણે ગુજરાતમાં બે-રોજગારીનો દર માત્ર૩.૨૫ ટકા છે. જે અન્ય રાજયો કરતાં સૌથી ઓછો છે. ગુજરાતે ઉદ્યોગોને મુકત વાતાવરણ આપ્યું છે. ગુજરાતમાં હાલમાં ૬૦ હજારથી વધુઔદ્યોગિક એકમો દ્વારા ૧૮ લાખથી વધુ લોકોને પ્રત્યક્ષ રોજગારી આપવામાં આવે છે. ગુજરાતે હંમેશા આ આફતને અવસરમાં બદલીછે. કોરોના જેવી વૈશ્વિક મહામારી પણ ગુજરાત સરકારે રૂપિયા ૧૪,૦૦૦ કરોડથી વધુનું આર્થિક પેકેજ જાહેર કર્યું છે. જયારે કેન્દ્ર સરકારદ્વારા જાહેર કરાયેલ રૂપિયા ૨૦ લાખ કરોડના આર્થિક રાહત પેકેજમાંથી MSME એકમોના વિકાસ માટે ૩.૫ લાખ કરોડ ફાળવવામાંઆવ્યા છે. જેનો ગુજરાતના એકમોએ મહત્ત્।મ લાભ લીધો છે. તાજેતરમાં ગુજરાત સરકારે MSME એકમોને એક જ કલીક દ્વારા રૂપિયા૧,૩૭૦ કરોડની સહાય આપી છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, રાજયમાં GIDCના ૯૦ ટકા નહીં પણ ૧૦૦ ટકા પ્રશ્નોના સકારત્મક ઉકેલ લાવવા રાજય સરકાર તૈયાર છે. GIDCના વિકાસ માટેની તમામ બોટલ નેક અમે ખોલી નાખી છે. હજી પણ GIDCના વિકાસ માટેની તમામ અડચણો દૂર કરવામાંઆવશે. ગુજરાતમાં કોરોનાને હરાવશે તેવા સંકલ્પ સાથે આપણે આગળ વધી રહ્યા છીએ, ગુજરાતમાં અગાઉ કોરોનાનો મૃત્યુ દર જે ૭ટકા હતો તે આજે ઘટાડીને ૪.૭ ટકા સુધી લાવી શકયા છીએ. હજી આપણે ૨ ટકાથી પણ નીચે લઈ જવાનું લક્ષ્‍યાંક ધરાવીએ છીએ. તેમ જણાવી તમામ ઉદ્યોગકારોને મુખ્યમંત્રીશ્રીએ શુભેચ્છાઓ આપી હતી.

GIDCના અધ્યક્ષ શ્રી બલવંતસિંહ રાજપૂતે આ ઈ-લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈરૂપાણીના નેતૃત્વમાં ખૂબ જ ટૂંકાગાળામાં આજે ત્રણ લોકાર્પણ થવા જઈ રહ્યા છે. જેમાં રૂ. ૪૭૭ કરોડના ખર્ચે દહેજ અને સાયખા ખાતે૪૦-૪૦ MLDના પ્લાન્ટનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે. જેનો આ વિસ્તારના હજારો ઉદ્યોગપતિઓને લાભ મળશે. આ સાથે છત્ત્।રઈંઉઈના ૧૨૭ પ્લોટનું ઓનલાઈન ડ્રોથી ફાળવણી પણ થનાર છે. રાજયમાં ૪૪ હજાર હેકટર વિસ્તારમાં કાર્યરત ૬૦ હજાર એકમો દ્વારાઅંદાજે ૧૮ લાખથી વધુ લોકોને રોજગારી ઉપલબ્ધ કરાવવામાં આવે છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાતમાંઈંઉઈની લગભગ તમામ માંગણીઓ પૂર્ણ થઈ છે તે બદલ તમામ ઉદ્યોગપતિઓ વતી શ્રી બલવંતસિંહ રાજપૂતે મુખ્યમંત્રીશ્રીનો આભારમાન્યો હતો.

આ ઈ-લોકાર્પણ કાર્યક્રમમાં ઉદ્યોગ સાહસિક અને FIAના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ વરમોરા, વટવા એસોસિએશનના પૂર્વપ્રમુખ શ્રીશંકરભાઈ પટેલ તેમજ અંકલેશ્વર વસાહતના શુભાશ્રી પિગમેન્ટ પ્રા. લિ.ના શ્રી કે. શ્રીવત્સન દ્વારા પોતાના પ્રતિભાવો રજૂ કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ઉદ્યોગ વિભાગના અગ્ર સચિવ શ્રી એમ. કે. દાસ, જી.આઈ.ડી.સીના એમ. ડી. શ્રી એમ. થેન્નારસન સહિત વિવિધજિલ્લાઓમાં GIDCના અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Akila News
Top