menu
અકિલા ન્યૂઝહોમ પેજ

કાલથી ગરીબોને વિનામૂલ્યે અનાજ વિતરણ

31 March 2020, 3:49 pm

મુખ્યમંત્રીશ્રીના અગ્રસચિવ શ્રી અશ્વિનીકુમારે જણાવ્યુ છે કે આવતીકાલ ૧લી એપ્રિલથી રાજયની તમામ સસ્તા અનાજની દુકાનોમાં ઘઉં, ચોખા, દાળ, મીઠુ સહિત પાંચ વસ્તુઓનું વિતરણ કરવામાં આવનાર છે. આ માટે દરેક શહેરમાં ૪ લોકોની કમીટી બનાવાશે. જે વિતરણ વ્યવસ્થા સંભાળશે. સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે રીતે વિતરણ કરવામાં આવશે. ભીડ એકત્ર ન થાય તે માટે લોકોને ફોનથી જાણ કરવામાં આવશે. રાજયના તમામ જિલ્લા કલેકટરોને આ મામલે વિડીયો કોન્ફરન્સથી જાણ કરવામાં આવી છે. શાકભાજી અને ફળો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. અત્યાર સુધીમાં ૧૨ લાખ ૫૯ હજાર ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યુ છે. અનાજ દળવાની ઘંટીઓ ચાલુ રહેશે.

Loading...

No Internet connection

Link Copied