menu
અકિલા ન્યૂઝહોમ પેજ

કેન્દ્રીય કર્મચારીઓ-અધિકારીઓની નિવૃત્તિ વય બદલવાની તૈયારી : સરકારે બનાવ્યા બે માપદંડ

18 September 2019, 1:41 am

નવી દિલ્હી : સરકારી કર્મચારીઓ માટે આંચકો આપનારા સમાચાર બહાર આવ્યા છે. કેન્દ્ર સરકાર તેના અધિકારીઓ અને કર્મચારીઓની નિવૃત્તિ વય ઘટાડવાની તૈયારી કરી રહી છે. તૈયાર કરેલી દરખાસ્ત હેઠળ નિવૃત્તિની વય મર્યાદા નક્કી કરવા માટે બે માપદંડ રાખવામાં આવશે.
પ્રથમ માપદંડમાં કર્મચારીએ 33 વર્ષની સેવા પૂર્ણ કરી હોય. બીજા માપદંડમાં કર્મચારીની વય 60 વર્ષની થઇ ગઇ હોય. સરકારના આ નિર્ણયની સૌથી વધુ અસર સુરક્ષા દળો પર પડશે. લશ્કરી અને અન્ય સુરક્ષા દળો સરેરાશ આશરે 22 વર્ષથી જોડાય છે, તેથી તેમની 33 વર્ષની સેવા 55 વર્ષમાં પૂર્ણ થશે.

આ નિર્ણય અંગે સરકારનું કહેવું છે કે આ નવી પહેલ નથી. વાસ્તવમાં સાતમા પગાર પંચમાં આ અંગે વાત કરવામાં આવી છે.

Loading...

No Internet connection

Link Copied