Thursday, 01 Oct, 9.17 pm અકિલા ન્યૂઝ

હોમ પેજ
મીઠાઇઓ પર એક્સપાયરી ડેટ લખવી હવે ફરજિયાત

ગાંધીનગર , તા . ૦૧ : કેન્દ્ર સરકારના ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડસ ઓથોરિટી ઑફ ઇન્ડીયાએ એક નોટિફિકેશન બહાર પાડ્યું છે . જેમાં ઓક્ટોબરથી છૂટક મીઠાઇઓ પર હવે એક્સપાયરી ફરજિયાત લખવી પડશે . રાજ્યમાં અનેક મીઠાઇ અને ફરસાણની દુકાનો આવેલી છે . જ્યાં વેચાઇ રહેલા મીઠાઇના બોક્સ અને પેકેટ પર હવેથી ફરજિયાત બેસ્ટ બી ફોર ડેટ લખવી પડશે . જો કે નિર્ણય બાદ વેપારીઓમાં રોષ પણ જોવા મળી રહ્યો છે . વેપારીઓનું કહેવું એમ છે કે નિર્ણયથી તેઓએ સ્ટાફ વધુ રાખવો પડશે તેમજ ગ્રાહકો જો જાતે મીઠાઇ ચાખીને લઇ જતા હોય તો પછી બેસ્ટ બી ફોર લખવાનો કોઇ અર્થ નથી . શહેરની વાત કરીએ તો અહીં વિવિધ વિસ્તારોમાં મીઠાઈ - ફરસાણની નાની મોટી થઈને બે હજારથી વધુ દુકાનો આવેલી છે .

જ્યાં દુકાનની અંદર પ્રવેશતાની સાથે કાચના ડીસ્પ્લેમાં મીઠાઈઓ ગોઠવેલી હોય છે . છૂટક મીઠાઈ વેચતી દુકાનો વજન કરીને બોક્સ કે થેલીમાં મીઠાઈ આપી દે છે . પરંતુ હવે તે છૂટક મીઠાઈના પેકેટ્સ કે બોક્સ પર બેસ્ટ બી ફોર ડેટ દર્શાવવી ફરજિયાત કરી દેવાઈ છે . નોંધનીય છે કે આજથી નિયમનો અમલ શરૂ થઇ જશે તેમજ ફુડ શાખા દ્વારા શહેરની મીઠાઈની દુકાનો પર ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું હોવાનું અધિક આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું . ઉપરાંત જો જો મીઠાઈની બેસ્ટ બીફોર ; લખેલી નહીં હોય તો તેવાં દુકાનદાર સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ અન્વયે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરાશે .

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Akila News
Top