Saturday, 19 Sep, 8.19 pm અકિલા ન્યૂઝ

મુખ્ય સમાચાર
સેમ બનીને રાહિલ બોલિવૂડ સેલેબ્સને ડ્રગ્સ પહોંચાડતો

મુંબઈ , તા . ૧૯ : સુશાંત સિંહ રાજપૂત મામલામાં ડ્રગ્સ એંગલની તપાસ કરી રહેલી નાર્કોટિક્સ બ્યૂરોને મોટી સફળતા મળી છે . એનસીબીની ટીમે ડ્રગ સપ્લાયર રાહિલ રાફતની ધરપકડ કરી છે . રાહિતને મેડિકલ ટેસ્ટ માટે લઈ જવાયો છે , જે બાદ તેને કોર્ટમાં હાજર કરવામાં આવશે . રિપોર્ટ્સ મુજબ , રાહિતે એનસીબીની પૂછપરછમાં ઘણા હાઈ પ્રોફાઈલ સેલેબ્રિટીના નામ લીધા છે . બોલિવૂડમાં રાહિલને ' સેમ ડ્રગ અંકલ ' નામથી ઓળખાય છે . બોલિવૂડ પર એનસીબીનો શકંજો કસાઈ રહ્યો છે . રિયા ચક્રવર્તી અને શૌવિક ચક્રવર્તીની ધરપકડ અને જેલ બાદ હવે જ્યાં એનસીબી કરણ જોહરની કથિત ' ડ્રગ ' પાર્ટીના વિડીયોની તપાસ કરી રહી છે , ત્યારે અરેસ્ટ થયેલા ડ્રગ સપ્લાયર રાહિલ રાફત અત્યાર સુધીની સૌથી મોટી ધરપકડ છે . રિપોર્ટ મુજબ , રાહિલનો બોસ બોલિવૂડ સાથે જોડાયેલો કોઈ શખ્સ છે . કોઈ એક્ટર હોઈ શકે છે , કોઈ ડાયરેક્ટર અથવા પછી કોઈ પ્રોડ્યુસર હોઈ શકે છે .

એનસીબી હવે રાહિલને રિમાન્ડમાં લેવાની અપીલ કરશે . તપાસ એજન્સીને સંપૂર્ણ વિશ્વાસ છે કે રાહિલ દ્વારા તે બોલિવૂડના તે તમામ મોટા નામ સુધી પહોંચી શકે છે , જ્યાંથી ઈન્ડસ્ટ્રીમાં ડ્રગ્સનો ધંધો ચાલી રહ્યો છે . રિપોર્ટ્સ મુજબ , રાહિલે અત્યાર સુધીની પૂછપરછમાં એનસીબીને જણાવ્યું કે , તે જે વ્યક્તિ માટે કામ કરે છે , તેને બધા ' બોસ ' નામથી જાણે છે . વ્યક્તિ મોટો પેડલર છે અને અહીં ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલો છે . રાહિલ પોતાના ' બોસ ' ના કહેવા પર સેલેબ્રિટીને મલાના ક્રીમ સપ્લાઈ કરતો હતો . રાહિલે પોતાની પૂછપરછમાં બોલિવૂડના ઘણા મોટા એક્ટર્સના નામ લીધા છે .

એનસીબી હવે નામોની આસપાસ પણ તપાસ કરશે અને પુરાવાઓ એકઠા કરીને સમન્સ મોકલશે . રાહિલને ડ્રગની દુનિયામાં ' સેમ ડ્રગ અંકલ ' નામથી બોલાવે છે . એનસીબીને એક જાણકારી એવી પણ મળી છે કે બોલિવૂડમાં બેઠેલો રાહિલનો ' બોસ ' ફરાર છે . જ્યારે કેટલાક સૂત્રોનું કહેવું છે કે તે મુંબઈમાં છે . એવામાં એનસીબી જલ્દીથી જલ્દી તપાસ કરીને ' બોસ ' ને પકડવાનો પ્રયાસ કરશે . જેથી તે મોટી માછલીઓ સુધી પહોંચી શકાય , જે ઈન્ડસ્ટ્રીમાં મોટા જથ્થામાં ડ્રગ્સ લે છે અને ડ્રગ પાર્ટી કરે છે .

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Akila News
Top