Friday, 27 Nov, 5.41 pm અકિલા ન્યૂઝ

હોમ પેજ
સોમવારે મોટોરોલા કંપની "5-G" મોબાઇલ લોન્ચ કરશેઃ સૌથી સસ્તો હોવાની શકયતાઃ અનેક સુવિધાઓ ઉપલબ્ધ

નવી દિલ્હીઃ મોટોરોલા આગામી સપ્તાહે 30 નવેમ્બરે 12 કલાકે ભારતમાં પોતાનો પ્રથમ 5 જી સ્માર્ટફોન લોન્ચ કરવાની છે , જેનું નામ Moto G 5G છે . મોટોરોલાનો ફોન ખુબ ઓછા ભાવમાં લોન્ચ કરવાના સમાચાર મળી રહ્યાં છે , જેમાં ઘણા દમદાર ફીચર્સ હશે . મિડ રેન્ડ સેગમેન્ટના ફોનની લોન્ચિંગ ઓનલાઇન શોપિંગ પોર્ટલ ફ્લિપકાર્ટ પર થશે અને લોન્ચની સાથે તેનું વેચાણ એમેઝોન પર પણ શરૂ થઈ જશે .

ભારતમાં હાલ OnePlus Nord મિડ રેન્જમાં સૌથી સસ્તો 5 જી ફોન છે , પરંતુ આવનારા સમયમાં ઘણી કંપનીઓ સૌથી સસ્તા 5 જી સ્માર્ટફોન લોન્ચ કરવાની છે . શાઓમીએ ચીનમાં 15000 રૂપિયાથી ઓછી કિંમતમાં Redmi Note 9 5G લોન્ચ કર્યો છે . પરંતુ તેની ભારતમાં શું કિંમત હશે , તેની કોઈ ચોક્કસ જાણકારી નથી . માનવામાં આવી રહ્યું છે કે Moto G 5G ને 25,000 રૂપિયા સુધીની કિંમતમાં લોન્ચ કરવામાં આવી શકે છે .

Moto G 5G ના સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો મોટોરોલા ફોનને Snapdragon 750G SoC પ્રોસેસરની સાથે લોન્ચ કરશે . 6.7 ઇંચ ફુલ HD+ ડિસ્પ્લે વાળા ફોનને 6GB RAM અને 128 જીબી સ્ટોરેજ વર્ઝનમાં લોન્ચ કરવાની સંભાવના છે . મોટો જી 5 જીના કેમેરાની વાતકરીએ તો તેમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે , જેમાં પ્રાઇમરી કેમેરો 48 મેગાપિક્સલનો છે . સાથે 8 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર અને 2 મેગાપિક્સલનો મેક્રો લેન્સ છે .

મોટો જી 5 જીમાં 16 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા છે . એન્ડ્રોયલ 10 પર બેસ્ડ ફોનમાં 5000mAh ની બેટરી લાગી છે , જે 20 વોટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે છે .

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Akila News
Top