Monday, 13 Jul, 4.20 pm અકિલા ન્યૂઝ

મુખ્ય સમાચાર
તમારી પાસે એક વેકસીન છે, જેનુ કોડ નેમ બીગ બી છેઃ આનંદ મહિન્દ્રા

બોલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન કોરોનાથી સંક્રમિત થઇ ગયા છે અને તેમણે મુંબઇની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ડોકટર્સે કહ્યું કે બીગ બીની તબિયત સારી છે. સાથો સાથ અમિતાભ બચ્ચને ખુદ ટ્વીટ કરી પોતાના કોરોના સંક્રમિત હોવાની માહિતી આપી. સાથો સાથ તેમણે છેલ્લાં ૧૦ દિવસમાં મળનાર લોકોને કોરોના ટેસ્ટ કરાવાની અપીલ પણ કરી. આ સમાચાર વાયુવેગે ફેલાતા દેશભરમાંથી રિએકશન આવી રહ્યા છે અને તમામ અમિતાભ બચ્ચન ઝડપથી સ્વસ્થ થાય તેના માટે પ્રાર્થના કરી રહ્યા છે. હવે આનંદ મહિન્દ્રાનું પણ રિએકશન આવ્યું છે.

આનંદ મહિન્દ્રા એ અમિતાભ બચ્ચનને લઇ ટ્વીટ કરતાં લખ્યું કે અમે બધા તમારા માટે પ્રાર્થના કરી રહ્યા છીએ, તમારે ચિંતા કરવાની કોઇ જરૂર નથી. તમારી પાસે એક વેકસીન છે, જેનું કોડ નેમ બીગ બી છે. આ તમારી અંદર પહેલેથી જ હાજર છે અને ઓર્ગેનિક છે. તમારા જેવા લોકોની અંદર આ વધી જાય છે જે નેચરલ ફાઇટર્સ છે. આનંદ મહિન્દ્રાની આ ટ્વિટ ખૂબ વાયરલ થઇ રહી છે અને લોકો તેના પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Akila News
Top