દ્રાક્ષ એ અગત્યનો રોકડિયો પાક છે. તેની ખેતી ભુમધ્ય સમુદ્રના આસપાસના દેશોમાં ૨૦૦૦ વર્ષ પહેલાથી થતી આવે છે. આપણે ત્યાં છેલ્લાં ૨૦૦ વર્ષથી એની ખેતી કરવામાં આવે છે. દ્રાક્ષના વેલા હોય છે. એ વેલા વાવ્યા પછી ત્રણ વર્ષે ફળે છે. દ્રાક્ષ ઘણું કરીને બધા ખંડોમાં થાય છે. ભારતમાં પણ દ્રાક્ષની ખેતી થાય છે.
દ્રાક્ષ મખ્યત્ત્વે લીલી, કાળી અને ધોળી એમ ત્રણ જાતની થાય છે. આ સર્વમાં ધોળી દ્રાક્ષ ઘણી મધુર હોવાથી મોંઘી હોય છે. વધારાની દ્રાક્ષની સૂકવણી કરવામાં આવે છે. બે દાણા, મુનકા, કિસમિસ વગેરે નામે સૂકી દ્રાક્ષ ઓળખાય છે. બેદાણા, કિંચિત ધોળા અને કિસમિસ ઘણું કરી બે દાણા જેવી પરંતુ નાની હોય છે.
દ્રાક્ષ કોઈપણ પ્રકારની હોય એ રસભર્યું ફળ હોવાથી દ્રાક્ષ ખાવાથી પાણીનો શોષ ઓછો પડતોહોવાનું અનુભવે સમજાયું છે.
No Internet connection |