અસ્મિતા NEWS

3.4k Followers

ગુજરાતમાં 24 કલાકમાં 1335 પોઝિટિવ કેસ નોંધાયા, 14ના મોત, 1212 સ્વસ્થ થયાં

06 Sep 2020.8:49 PM

રાજ્યમાં કોરોનાનો કેર યથાવત્ રહ્યો છે. એક દિવસમાં નોંધાતા સંક્રમિતોનો આંકડો આજે પણ 1300 કરતા વધારે છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકમાં નોંધાતા પોઝિટિવ કેસના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 1335 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે અને 14 દર્દીઓના મોત થયાં છે. રાજ્યમાં કુલ 3108 દર્દીઓના મોત થયાં છે. તેમજ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1212 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયાં છે.

આજે નોંધાયેલા કુલ 1335 કેસમાંથી સુરત કોર્પોરેશન એરિયામાં 185 અને જિલ્લામાં 110 કેસ, અમદાવાદ કોર્પોરેશન એરિયામાં 152 અને જિલ્લામાં 21 કેસ, વડોદરા કોર્પોરેશન એરિયામાં 90 અને જિલ્લામાં 37 કેસ, રાજકોટ કોર્પોરેશન એરિયામાં 101 અને જિલ્લામાં 50 કેસ નોંધાયા છે.

રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી હાલ 92 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 16,383 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 84,758 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં મૃતકોનો આંકડો 3108 થયો છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Asmita News

#Hashtags