Dailyhunt
અપડેટ@દેશ: જમ્મુ-કાશ્મીરમાં 2 પાકિસ્તાની આતંકવાદીઓ ઝડપાયા, 3 મદદગારો પણ પકડાયા, જાણો વધુ વિગતવાર

અપડેટ@દેશ: જમ્મુ-કાશ્મીરમાં 2 પાકિસ્તાની આતંકવાદીઓ ઝડપાયા, 3 મદદગારો પણ પકડાયા, જાણો વધુ વિગતવાર

Atal Samachar 2 weeks ago

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

મ્મુ-કાશ્મીર પોલીસે લશ્કર-એ-તૈયબા ટેરર મોડ્યુલ સાથે સંકળાયેલા કુલ 5 લોકોની ધરપકડ કરી છે. આમાંથી 2 પાકિસ્તાની આતંકવાદીઓ છે, બાકીના તેમના મદદગારો છે. એક આતંકવાદીની ઓળખ અબ્દુલ્લા ઉર્ફે અબુ હુરેરા તરીકે થઈ છે. અબ્દુલ્લા 16 વર્ષથી ફરાર હતો. જ્યારે બીજો પાકિસ્તાની આતંકવાદી ઉસ્માન ઉર્ફે ખુબૈબ છે.

જમ્મુ-કાશ્મીર પોલીસની સાથે સેન્ટ્રલ એજન્સીઓ પણ આ ઓપરેશનમાં સામેલ હતી.

જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન અને હરિયાણા સહિત 19 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કેટલોક સામાન પણ જપ્ત કરવામાં આવ્યો હતો. તપાસમાં LeT ના એક નેટવર્કનો પર્દાફાશ થયો જે આતંકવાદીઓને લોજિસ્ટિક્સ અને નાણાકીય મદદ કરતું હતું.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, પકડાયેલા 5 લોકોમાં શ્રીનગરના 3 લોકોનો સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું કે મોહમ્મદ નકીબ ભટ, આદિલ રાશિદ ભટ અને ગુલામ મોહમ્મદ મીર ઉર્ફે મામાને આતંકવાદીઓને આશ્રય અને ભોજન સહિત લોજિસ્ટિક મદદ પૂરી પાડવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Atal Samachar