Dailyhunt
ચૂંટણી@આસામ: અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીને સૌથી મોટો ઝટકો, 1%થી પણ ઓછા વોટ મળ્યાં

ચૂંટણી@આસામ: અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીને સૌથી મોટો ઝટકો, 1%થી પણ ઓછા વોટ મળ્યાં

Atal Samachar 1 week ago

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

શ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરાલા, આસામ અને પુડુચેરી વિધાનસભા ચૂંટણીના પરિણામો સામે આવી ગયા છે. ત્રણ રાજ્યોમાં ભાજપનો ભગવો લહેરાયો છે તો એકમાં કોંગ્રેસ અને એકમાં અભિનેતા થલાપતિ વિજયની પાર્ટીની જીત થઈ છે. આસામ વિધાનસભા ચૂંટણીના પરિણામમાં સૌથી મોટો ઝટકો અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે.

આપની એવી શરમજનક સ્થિતિમાં મુકાયુ છે કે, તેને એક ટકાથી પણ ઓછા મત ળ્યા છે.આસામમાં કુલ 126 વિધાનસભા બેઠકો છે, ત્યારે આમ આદમી પાર્ટીએ માત્ર 21 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા.

AAPએ ભાજપ પહેલા જ ઉમેદવારોના નામની જાહેરાત કરીને એવા સંકેત આપ્યા હતા કે, પાર્ટી આસામના ચૂંટણી જંગમાં પહેલેથી જ તૈયાર છે. કેજરીવાલની પાર્ટીએ જે ઉમેદવારો પર વિશ્વાસ મૂક્યો હતો, તેઓને રાજ્યમાં કે રાષ્ટ્રીયસ્તરે ખાસ કોઈ ઓળખતું નથી, પરંતુ તે ઉમેદવારો હાથમાં ઝાડુ લઈને અરવિંદ કેજરીવાલના વિજનને આગળ વધારી રહ્યા હતા. આસામમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો ખાસ પ્રભાવ દેખાડવામાં સંપૂર્ણ નિષ્ફળ ગયા છે. બપોર સુધીમાં આપને માત્ર 0.13 ટકા મત મળ્યા છે. જ્યારે રાજ્યમાં નોટાને 1.30 ટકા મળ મળ્યા છે. લગભગ ભાજપે રાજ્યમાં 40 ટકા વોટ શેર મેળવીને પ્રચંડ જીત મેળવી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Atal Samachar