Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
દુર્ઘટના@આણંદ: બેકાબૂ કારે 5 લોકોને કચડ્યા, 2 લોકોના ઘટનાસ્થળે મોત, સમગ્ર પંથકમાં અરેરાટી

દુર્ઘટના@આણંદ: બેકાબૂ કારે 5 લોકોને કચડ્યા, 2 લોકોના ઘટનાસ્થળે મોત, સમગ્ર પંથકમાં અરેરાટી

Atal Samachar 4 months ago

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આણંદ જિલ્લાના અડાસ ગામ પાસે આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બોટાદના ડીવાયએસપી એ.એ. સૈયદની બેકાબૂ બનેલી કારે માર્ગ કિનારે ઉભેલા પાંચ લોકોને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ભારે રોષની લાગણી પ્રસરી ગઈ છે.

વડોદરાથી આણંદ તરફ આવી રહેલી DySP એ.એ. સૈયદની કાર અચાનક બેકાબૂ બની ગઈ હતી. આ દરમિયાન અડાસ ગામ નજીક નેશનલ હાઈવે પર લોકો માર્ગ કિનારે આવેલા એક શેરડીના રસના કોલુ પાસે એકઠા થયા હતા અને રસ પી રહ્યા હતા. ત્યારે DySPની બેફામ ઝડપે આવી રહેલી કારે શેરડીનો રસ પી રહેલા આ લોકોને જોરદાર ટક્કર મારી હતી. આ દરમિયાન શેરડીનો રસ કાઢવાના કોલુ દૂર રોડ પર ફંગોળાઈ ગયો હતો. કારની સીધી અડફેટે આવેલા પાંચ લોકોમાંથી બે વ્યક્તિઓએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો.આ અકસ્માતમાં અન્ય ત્રણ લોકો લોહીલુહાણ હાલતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો અને વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ત્રણેય ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 મારફતે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા.હાઈવે પર બનેલી આ મોટી દુર્ઘટનાની જાણ થતાં જ વાસદ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી. દાવો કરવામાં આવી રહ્યો છે કે, DySP એ.એ. સૈયદને અચાનક ઝોકું આવી ગયું હોવાના કારણે કાર પરથી કાબૂ ગુમાવતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Atal Samachar