Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
દુર્ઘટના@દેશ: બસ અને બલ્કર ટ્રક વચ્ચે ભીષણ ટક્કર થતાં 12 લોકોના મોત

દુર્ઘટના@દેશ: બસ અને બલ્કર ટ્રક વચ્ચે ભીષણ ટક્કર થતાં 12 લોકોના મોત

Atal Samachar 1 week ago

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ધ્યપ્રદેશના રીવા જિલ્લામાં નેશનલ હાઈવે નંબર 39 પર એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટના બદબાર સ્ટેન્ડ નજીક બની છે. જ્યાં સીધી તરફથી આવી રહેલી પવન એક્સપ્રેસ બસ અને રીવા તરફથી આવી રહેલા બલ્કર ટ્રક વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ હતી. આ ભીષણ અકસ્માતમાં પ્રાથમિક અહેવાલો મુજબ આશરે 12 લોકોના મોતની આશંકા છે.

આ અંગે હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે.

ટક્કર એટલી પ્રચંડ હતી કે બસના કુરચેકુરચા ઊડી ગયા હતા અને ઘટનાસ્થળે ભયંકર ચીસાચીસ મચી ગઈ હતી. સ્થાનિક રહીશોએ તાત્કાલિક ગુઢ પોલીસ સ્ટેશનને આ દુર્ઘટનાની જાણ કરી હતી. માહિતી મળતાં જ પોલીસ પ્રશાસન અને રાહત ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી. સ્થાનિક લોકોના સહકારથી તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દુર્ઘટનામાં આશરે 20 જેટલા મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જેમને એમ્બ્યુલન્સ તેમજ અન્ય વાહનો દ્વારા તાબડતોબ રીવાની સંજય ગાંધી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.આ ગોઝારો અકસ્માત બદબાર સ્ટેન્ડ નજીક બન્યો હતો. રીવાથી સીધી તરફ જઈ રહેલી પવન ટ્રાવેલ્સની મુસાફરોથી ભરેલી બસ સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલા બલ્કર ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. બંને વાહનો વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે બસ ચાલકે કાબૂ ગુમાવતાં તે રસ્તાની બાજુમાં આવેલા તળાવ જેવા ઊંડા પાણી ભરેલા ખાડામાં ખાબકી હતી.

અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બસનું માળખું સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયું હોવાથી અંદર બેઠેલા અનેક મુસાફરો કચડાઈ ગયા હોવાની આશંકા સેવાઈ રહી છે. બસમાં ફસાયેલા લાચાર મુસાફરોને હેમખેમ બહાર કાઢવા માટે રેસ્ક્યુ ટીમ દ્વારા ક્રેનની મદદ લેવામાં આવી રહી છે. દુર્ઘટનાની ગંભીરતા જોતાં ગુઢ પોલીસ મથકનો કાફલો અને વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે મોરચો સંભાળી રહ્યા છે. સ્થાનિક ગ્રામજનોની મદદ લઈને ઈજાગ્રસ્તોને સતત બહાર કાઢી એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ રવાના કરવામાં આવી રહ્યા છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Atal Samachar