Monday, 13 Jul, 5.24 pm Atal Samachar

હોમ
હડકંપ@બનાસકાંઠા: દૈનિક બે આંકડામાં કોરોના કેસ, આજે નવા 12 દર્દી વધ્યાં

અટલ સમાચાર, પાલનપુર

બનાસકાંઠા જીલ્લામાં અનલોકમાં મળેલી છૂટને કારણે દરરોજ ડબલ આંકડામાં કોરોના કેસ સામે આવી રહ્યા છે. આજે એકસાથે 12 નવા દર્દીઓનો ઉમેરો થતાં જીલ્લાનો કુલ આંક 419 પહોંચ્યો છે. આજે નોંધાયેલા દર્દીઓમાં 7 પુરૂષ અને 5 સ્ત્રીનો રીપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યો છે. આજે નોંધાયેલા દર્દીઓને કોરોનાનો ચેપ ક્યાંથી લાગ્યો અને તેમના સંપર્કમાં કોણ-કોણ આવ્યુ તે સહિતની કવાયત હાથ ધરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં લોકલ સંક્રમણ બેફામ બન્યુ હોય તેમ દરરોજ નવા કેસોનો ઉમેરો થઇ રહ્યો છે. આજે ડીસા-5, પાલનપુર-4, શિહોરીમાં-2, વાવમાં 1 મળી 12 દર્દી ઉમેરાતાં જીલ્લામાં કુલ આંકડો 419 પહોંચ્યો છે. જીલ્લામાં અનલોકમાં મળેલી છૂટને કારણે વાહન વ્યવહાર બેફામ બનતાં, જીલ્લા બહારની મુસાફરી અને ગાઇડલાઇનનું પાલન નહિ કરવાને કારણે દરરોજ નવા કેસો સામે આવી રહ્યા છે. આ તરફ તંત્ર દ્રારા કોરોના પોઝિટીવ આવેલા વિસ્તારોને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવાની તજવીજ હાથ ધરાઇ છે.

આજે નોંધાયેલા દર્દીઓની વિગત

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Atal Samachar
Top