Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
કૌભાંડ@આણંદ: નેધરલેન્ડ મોકલવાના નામે 6 યુવાનો સાથે 10.56 લાખની છેતરપિંડી

કૌભાંડ@આણંદ: નેધરલેન્ડ મોકલવાના નામે 6 યુવાનો સાથે 10.56 લાખની છેતરપિંડી

Atal Samachar 2 weeks ago

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ણંદ જિલ્લાના ચરોતર પંથકમાં નેધરલેન્ડ દેશના વર્ક વિઝા અપાવવાના બહાને 6 યુવાનો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી છે. આ સમગ્ર મામલે આણંદ જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ સહિત 3 લોકો સામે પોલીસ ચોપડે ઓફિશિયલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેને પગલે સમગ્ર જિલ્લાના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.

આણંદ જિલ્લાના ચરોતરમાં રહેતા માલવ ભુપેશ પટેલ નામના યુવાને ખંભાત પોલીસ સ્ટેશનમાં આ અંગે વિધિવત ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, માલવ પટેલ અને તેના અન્ય 5 મિત્રો સહિત કુલ 6 યુવાનોને નેધરલેન્ડ મોકલવાની લાલચ આપવામાં આવી હતી. આરોપીઓએ આ યુવાનોને વર્ક વિઝા અપાવવાનો ભરોસો આપ્યો હતો. આ વિઝા પ્રોસેસના પેટે આરોપીઓએ યુવાનો પાસેથી ટુકડે-ટુકડે કુલ 10.56 લાખ રૂપિયાની મોટી રકમ પડાવી લીધી હતી. લાંબો સમય વીતી જવા છતાં યુવાનોને વિઝા મળ્યા ન હતા.

આ હાઈપ્રોફાઈલ છેતરપિંડી કેસમાં સત્તાધારી પક્ષના હોદ્દેદારોના નામ સામે આવતા ચકચાર મચી ગઈ છે. પોલીસે આ કેસમાં આણંદ જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ હિરેનગીરી ગોસ્વામી સામે ગુનો દાખલ કર્યો છે. ખંભાત ભાજપ યુવા મોરચાના મંત્રી ચિરાગ ડોડીયા સામે પણ પોલીસ ચોપડે ગુનો દાખલ કરાયો છે. આ બંને નેતાઓ ઉપરાંત વિઝાની મુખ્ય પ્રોસેસ કરનાર એજન્ટ દિવ્યેશ પટેલ સામે પણ છેતરપિંડી અને વિશ્વાસઘાતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

ભોગ બનનાર માલવ ભુપેશ પટેલ અને તેના મિત્રોએ જ્યારે પોતાના વિઝા અંગે પૂછપરછ કરી, ત્યારે આરોપીઓ દ્વારા ગોળ-ગોળ જવાબો આપવામાં આવતા હતા. યુવાનોએ જ્યારે પોતાના વિઝા ન મળતા આપેલા 10.56 લાખ રૂપિયા પરત માંગ્યા, ત્યારે આરોપીઓએ નાણાં આપવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. આખરે વિદેશ જવાનું સપનું રોળાઈ જતાં અને પોતાની મહેનતની કમાણી ડૂબી જતાં માલવ પટેલે પોલીસનો આશરો લીધો હતો. હાલમાં પોલીસે ત્રણેય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Atal Samachar