Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
રીપોર્ટ@અમરેલી : રાજુલાનો ધાતરવડી ડેમ-2 ઓવરફ્લો, આઠથી વધુ ગામોને આપ્યું એલર્ટ

રીપોર્ટ@અમરેલી : રાજુલાનો ધાતરવડી ડેમ-2 ઓવરફ્લો, આઠથી વધુ ગામોને આપ્યું એલર્ટ

Atal Samachar 1 week ago

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

મરેલી જિલ્લામાં છેલ્લા કલાકોથી રાજુલા, જાફરાબાદ અને ખાંભા પંથકમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, જેના પરિણામે નદીઓ, ચેકડેમ અને તળાવો છલકાઈ ગયા છે.આ ભારે વરસાદને કારણે રાજુલાનો ધાતરવડી ડેમ-2 સંપૂર્ણપણે ઓવરફ્લો થઈ ગયો છે. ડેમમાં પાણીની સતત અને ભારે આવકને ધ્યાનમાં રાખીને, તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી ડેમના છ દરવાજા 0.30 મીટર ખોલી દેવામાં આવ્યા છે.હાલમાં ડેમમાં 6700 ક્યુસેક પાણીની આવક ચાલુ છે.

જો પાણીની આવક વધશે તો વધુ દરવાજા ખોલવાની પણ શક્યતા છે.

ધાતરવડી ડેમ-2ના દરવાજા ખોલવામાં આવતા, તેના નીચાણવાળા વિસ્તારોમાં આવેલા આઠથી વધુ ગામોને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. આ ગામોમાં રાજુલા, હિંડોરણા, વડ, ઊંચેયા, ભચાદર અને રામપરાનો સમાવેશ થાય છે. આ ગ્રામજનોને નદીના પ્રવાહમાં ન જવા અને આસપાસના જોખમી વિસ્તારોથી દૂર રહેવા માટે સ્પષ્ટ સૂચનાઓ અપાઈ છે. સ્થાનિક નદીકાંઠાના કેટલાક અન્ય ગામોને પણ નદીકાંઠે અવરજવર ન કરવા માટે એલર્ટ આપવામાં આવ્યું છે.આ ઉપરાંત રાજુલા નજીકનો ધાતરવડી ડેમ-1 પણ તેની ક્ષમતાના 70 ટકાથી વધુ ભરાઈ ગયો હોવાના અહેવાલ છે.

ખાંભા તાલુકામાં આવેલો રાયડી ડેમ પણ ઓવરફ્લો થયો છે, જેના કારણે નાગેશ્રી, ચોતરા અને બારમણ સહિતના નદી કાંઠાના ગામોને સાવચેત રહેવા માટે જણાવવામાં આવ્યું છે. નજીકના ગ્રામજનોને પણ સાવચેત રહેવા માટે સૂચનાઓ અપાઈ ચૂકી છે.સમગ્ર અમરેલી જિલ્લામાં મોડી રાતથી પડેલા વરસાદના કારણે સર્જાયેલી જળબંબાકારની સ્થિતિ પર જિલ્લા તંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. જિલ્લા કલેક્ટર પણ પરિસ્થિતિનું મોનિટરિંગ કરી રહ્યા છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Atal Samachar