Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
વેપાર@દેશ: સોનું રૂ.1200ના ઉછાળા સાથે 145000ને પાર, ચાંદીમાં પણ તેજી

વેપાર@દેશ: સોનું રૂ.1200ના ઉછાળા સાથે 145000ને પાર, ચાંદીમાં પણ તેજી

Atal Samachar 1 week ago

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભારતીય કોમોડિટી માર્કેટ પર કિંમતી ધાતુઓ એટલે કે સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. વાયદા બજારમાં ઓપનિંગ સાથે જ બંને ધાતુઓમાં તેજીનો માહોલ જોવા મળ્યો છે. MCX પર ગોલ્ડનો અગાઉનો બંધ ભાવ રૂ.144,299.00 હતો. આજે માર્કેટ ખૂલતાની સાથે જ સોનું રૂ.144,811.00 ના ભાવે ઓપન થયું હતું અને ત્યારબાદ વધીને રૂ.145,549.00 ની હાઈ સપાટી સુધી પહોંચ્યું હતું.

હાલમાં સોનું રૂ.145,450.00 પર ટ્રેડ થઈ રહ્યું છે, જે અગાઉના બંધ ભાવથી રૂ.1,151.00નો ઉછાળો દર્શાવે છે. જ્યારે કુલ ઉછાળો 1250 રૂપિયા આજુબાજુ થાય છે.

ચાંદીના ભાવમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે. ચાંદીનો અગાઉનો બંધ ભાવ રૂ.221,615.00 હતો. આજના કારોબારમાં ચાંદી રૂ.223,999.00 ના ભાવે ઓપન થઈ હતી અને જોતજોતામાં રૂ.224,254.00 ની ઊંચી સપાટી સ્પર્શી ગઈ હતી. હાલ ચાંદી રૂ.223,900.00 ની આસપાસ ટ્રેડ કરી રહી છે, જેમાં રૂ.2,285.00નો તીવ્ર વધારો નોંધાયો છે. જ્યારે કુલ ઉછાળો 2639ને સ્પર્શી ગયો હતો.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Atal Samachar